38 C
Ahmedabad
Tuesday, May 7, 2024

દેશમાં પ્રથમ વખત ડ્રોનથી ટપાલની 47 કિમી દૂર ડિલિવરી કરવામાં આવી


ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રોન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે હવે ડ્રોન શક્તિ દ્વારા ભારતમાં નવા ફેરફારો જોવા મળી શકે છે. ડ્રોન શક્તિની આ ઝલક કચ્છમાં જોવા મળી હતી. દેશમાં પ્રથમ વખત કચ્છમાં ડ્રોનથી ટપાલની ડિલિવરી કરવામાં આવી હતી. કચ્છના આ ડિલીવરી ભુજના હબાયથી લઈને ભચાઉના નેર સુધી 47 કિમી સુધી ડ્રોનથી ડિલીવરી પહોંચાડવામાં આવી હતી. આ ડીલીવરીમાં 25 મિનિટની અંદર પાર્સ પહોંચાડવામાં આવ્યું હતું. જો વાહન લઈને જઈએ તો પણ 1થી 1.5 કલાક લાગે ત્યારે આ ડિલીવરી ફક્ત 25 મિનિટમાં ડ્રોનથી  કરવામાં આવતા ટેકનોલોજી કેટલી પાવરફૂલ છે તેનો અહેસાસ થયો હતો.

Advertisement

ઘણા એવા દુર્ગમ વિસ્તારો આ દેશની અંદર છે કે, જ્યાં જરૂરી ટપાલો, ઉમેદવારોને તેમના નોકરીના કોલ લેટરો વગેરે સમયસર આ વિસ્તારોમાં ના મળવાના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ ડ્રોન ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરીને નવું માઈલસ્ટોન સર કરી શકાય છે.

Advertisement

આપણા ઘણા કિસ્સામાં ફોટોગ્રાફીની અંદર ડ્રોનનો ઉપયોગ થતા જોયો છે પરંતુ આ પ્રકારે ટપાલ ટિકિટ માટે તેમજ અગાઉ પણ કાશ્મીર સહીતના ખીણ પ્રદેશોની અંદર ડ્રોનનો ઉપયોગ વેક્સિન પહોંચાડવા માટે પણ થયો છે. આમ આ ટેકનોલોજી ખરા અર્થમાં આપણા માટે આશીર્વાદ સમાન છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!