34 C
Ahmedabad
Sunday, May 19, 2024

ગુજરાતમાં ઈ વાહનોના વેચાણમાં વધારો, પેટ્રોલ ડિઝલના ભાવ વધારાની સાઈડ ઇફેક્ટ…!!


ગુજરાતમાં ઈ વાહનોના વેચાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આગામી સમયમાં ઈ વ્હિકલ્સ માટેના વાહનો માટેના ચાર્જિંગ સ્ટેશનો વધી રહ્યા છે. આગામી સમયમાં તેના કારણે વેચાણો વધવાની આશા વધુ જીવંત થઈ છે. અત્યારે રાજ્યભરમાં ઈ વાહનોમાં ચાર મહિનાની સરખામણીએ ત્રણ ગણો વધારો થયો છે.

Advertisement

એક બાજુ પેટ્રોલ, ડીઝલ, સીએનજીમાં ભાવો ભડકે બળી રહ્યા છે ત્યારે વાહનો લોકોને મોંઘા પડી રહ્યા છે માટે ઈ વાહનોનું ચલણ આગામી સમયમાં આવશે. જેથી સરકાર દ્વારા પણ ઈ વાહનોમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં માત્ર ચાર મહિનાની અંદર જ 17,000થી વધુ ઈ વાહનોના વેચાણ થયા છે. ખાસ કરીને જે વેચાણ જાન્યુઆરી 2022ની અંદર 2,388 હતા તે એપ્રિલ મહિનામાં 6,970 પર એક જ મહિનામાં પહોંચ્યું છે. સતત આ છેલ્લા ચાર મહિનાથી ઈ વાહનોના વેચાણનો ગ્રાફ વધી રહ્યો છે.

Advertisement

રાજ્યમાં એક જ વર્ષની અંદર 17 રુપિયાનો વધારો થયો છે. જેના કારણે ઈ વાહનોના વેચાણમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અગાઉ મહિને માંડ 200 જેટલા ઈ વાહનો નોંધાતા હતા તેમાં વધારો અત્યારે ગત વર્ષની સરખામણીએ જોવા મળી રહ્યો છે.

Advertisement

જાન્યુઆરી 2022માં 2,388, ફેબ્રુઆરીમાં ઈ વાહનો 2,834 અને માર્ચ મહિનામાં 4,881 અને એપ્રિલ મહિનામાં 6,970 ઈ વાહનો વેચાયા હતા. એટલે કે આ ચાર મહિનાની અંદર 17,073 વાહનો વેચાયા છે. આગામી સમયમાં વધુ ઈ વાહનો વેચાશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!