30 C
Ahmedabad
Thursday, May 16, 2024

બાયડ યુથ કોંગ્રેસ ગ્રુપમાં બે રંગીન મિજાજી નેતાએ એવી પોસ્ટ કરી કે ખળભળાટ મચી ગયો : ધડાધડ અશ્લીલ વિડીયો થયા પોસ્ટ


ડિજિટલ યુગમાં નેતાઓ અને અગ્રણીઓની માનસીકતા વોટ્સઅપ ગ્રુપમાં છતી થતી રહે છે સફેદ કપડાંની અંદર બધા નાગાની કહેવતને સાર્થક કરતા હોય તેમ કેટલાક રાજકીય અગ્રણીઓ અને કાર્યકરો બિભસ્ત વિડીયો અને ફોટો વોટ્સઅપ ગ્રુપમાં પોસ્ટ કરવાની ઘટનાઓ સતત ઘટી રહી છે નેતાઓ અને કાર્યકરોની માનસિકતા છતી થયા પછી તેમનું વોટ્સઅપ કોઈએ હેક કર્યું હોવાનું રટણ રટતા રહ્યા છે

Advertisement

બાયડ યુથ કોંગ્રેસના ગ્રુપમાં બે રંગીન મિજાજી નેતાઓએ અશ્લીલ વિડીયો પોસ્ટ કરતા ખળભળાટ મચ્યો હતો ગ્રુપમાં બિભસ્ત વિડીયો પોસ્ટ કરનારને ગ્રુપ માંથી દૂર કરવામાં આવેની માંગ ઉઠી હતી થોડા સમય અગાઉ બાયડ AAP ના ગ્રુપમાં પણ બિભસ્ત પોસ્ટ થઇ હતી

Advertisement

કોંગ્રેસ માટે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ…!! જેવો ઘાટ સર્જાયો છે બાયડ યુથ કોંગ્રેસના વોટ્સઅપ ગ્રુપમાં બાયડના ધારાસભ્ય સહીત અનેક અગ્રણીઓ અને કાર્યકરો જોડાયેલા છે આ ગ્રુપમાં રવિવારે સાંજના સુમારે એક યુવા નેતાએ બે ત્રણ અશ્લીલ વિડીયો પોસ્ટ કરતા ગ્રુપમાં અફડાતફડી મચી હોય તેવો ઘાટ સર્જાયો હતો ત્યારે આ વિડિઓ જોઈ અન્ય એક યુવા કાર્યકરમાં બિભસ્ત વિડીયો વાયરલ કરવાની હોડ જામી હોય તેમ ફરીથી બિભસ્ત વિડીયો પોસ્ટ થતાની સાથે જ ગ્રુપમાંથી આ બંને નેતાઓને દૂર કરવામાં આવેની માંગ ઉઠી હતી.

Advertisement

બાયડ યુથ કોંગ્રેસના ગ્રુપમાં બિભસ્ત પોસ્ટ થયા પછી આ મુદ્દો મીડિયામાં ચમકશે તો કોંગ્રેસના નેતાઓ અને મહાનુભાવો માટે નીચા જોવા પણું થશે તેવું પણ કેટલાક કાર્યકરોએ ગ્રુપમાં પોસ્ટ કરી હતી અરવલ્લી જીલ્લાના રાજકીય પક્ષોના ગ્રુપમાં સમયાંતરે બિભસ્ત વિડીયો અને ફોટો પોસ્ટ થતા હોવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે રાજકીય પક્ષો જાણે આવો ભાઈ હરખા આપણે બેઉ સરખા જેવો ઘાટ સર્જાયો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!