37 C
Ahmedabad
Monday, April 29, 2024

મોડાસાના યુવાનને ફિલ્પકાર્ટમાંથી 25 લાખના પેકેજ સાથે બેંગલુરુમાં નોકરી


ક્ષ્યને સાકાર કરવા ઝનૂન હોય તો કંઈ પણ અશક્ય નથી, બસ આયોજનપૂર્વક સખત પરિશ્રમ કરવા અવિરત પ્રયત્નશીલ રહેવુ જોઈએ. આ શબ્દો છે, મોડાસાના યુવાન ધ્રુવિલ પ્રજાપતિના.
એમ એસ યુનિ વડોદરા ખાતે કંપ્યૂટર ઇજનેરી વિધ્યાશાખામાં વિશેષ યોગ્યતા સાથે સ્નાતક થઈ ધ્રુવિલ પ્રજાપતિએ રાષ્ટ્રીય સ્તરની 2020ની CAT પરીક્ષામાં પ્રથમ પ્રયત્નએ 99.11 પર્સન્ટાઈલ સ્કોર કરી IIM સ્તરે ઉચ્ચ ગ્રેડ ધરાવતી દિલ્હી યુનિ.ની FMS ફેકલ્ટી ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ સંસ્થામાં બે વર્ષનો MBAનો અભ્યાસ પૂર્ણ કરી પ્રગતિનો રાહ કંડારી યુવાનો માટે નવી દિશા ચીંધી છે.

Advertisement

સર પી ટી સાયંસ કૉલેજ, મોડાસાના ભૌતિકશાસ્ત્રના પૂર્વ અધ્યાપક અને હાલ થરાદ ખાતે સરકારી કૉલેજમાં આચાર્ય ડો જગદીશ એચ પ્રજાપતિના પુત્ર ધ્રુવિલ પ્રજાપતિને ફ્લિપકાર્ટમાં ઉચ્ચ પગાર ૨૫ લાખ+ ના વાર્ષિક પગાર સાથે નોકરી મલી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે દ્વિવાર્ષિક MBA કોર્સના સમર ઇન્ટર્નશિપ કાર્યક્રમના પ્રોજેક્ટવર્કના આધારે અભ્યાસ પૂરો થાય તેના એક વર્ષ પહેલાં ફ્લિપકાર્ટે જોબ ઓફર કરી હતી. બે માસના સમર પ્રોજેક્ટ દરમ્યાન ફ્લિપકાર્ટે 1.2 લાખ+ માસિક સ્ટાઇપેંડ પણ આપ્યુ હતું.

Advertisement

ધ્રુવિલે શાલેય શિક્ષણ જે બી શાહ સ્કૂલ મોડાસા ખાતે પૂર્ણ કર્યુ હતું. ધો ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગણિત ગ્રૂપમાં 90% પરિણામ લાવનાર ધ્રુવિલને આઇઆઇટીમાં પ્રવેશ લેવો હતો પણ શક્ય ન બન્યુ ત્યારે જ નક્કી કર્યુ કે આઇઆઇએમમાં પ્રવેશ લઈ મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી બનાવીશ. ઇજનેરીના અભ્યાસની સાથે કૉલેજના બીજા વર્ષથી CAT પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી અને સ્નાતક બાદ પ્રથમ પ્રયત્નએ 99.11 PR સ્કોર કર્યો હતો. ત્યાર બાદ તુરંત ગ્રૂપ ડિસ્કશન, નિબંધ અને ઈન્ટરવ્યુ માટે અવિરત તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જેના પરિણામે આઈઆઇએમ-એ, બી, સી એટલે અમદાવાદ, બેંગલુરુ અને કોલકાતા સિવાય તમામ IIMના પ્રવેશકોલ પ્રાપ્ત થયા હતા. લક્ષ્યપ્રાપ્તિની માટે ધગશ અને આત્મવિશ્વાસ થકી રોજની 12 કલાક ઉપરાંત મહેનત કરી હતી. પોતાના માતાપિતા, ભાઈ અને પરિવારના વડીલોએ દરેક તબક્કે પ્રોત્સાહિત કરી પ્રેરણા પૂરી પાડી હતી તેમ જણાવ્યું હતું.

Advertisement

જે બી શાહના પોતાના તમામ ગુરુજનોને વંદના કરી જણાવ્યું કે ધોરણ ૧૨ સુધીના અભ્યાસ દરમ્યાન તેઓએ મારા ઘડતરમાં વિશેષ ભૂમિકા નિભાવી હતી. બાલ્યાવસ્થાથી જ સંઘ શાખામાં જનાર ધ્રુવિલે RSSમાં પ્રથમ વર્ષ સુધીનું પ્રશિક્ષણ પ્રાપ્ત કરેલ છે, જે આજે પણ જીવનભાથુ બની રહ્યુ છે.

Advertisement

ફ્લિપકાર્ટમાં ધ્રુવિલે તકનીકી અને માર્કેટિંગમાં જવાબદારી નિભાવવાની છે. ભાવિ કારકિર્દી અંગે પૂછતાં ધ્રુવિલે જણાવ્યું કે ફ્લિપકાર્ટની નોકરી એક તક છે, જે હવે પછી બિઝનેસ ડોમેનમાં વધુ પ્રગતિ તેમજ શીખવા માટે પ્રેરણારૂપ બની રહેશે. તે વિદેશની બિઝનેસ અભ્યાસ ચલાવતી વિશ્વપ્રસિધ્ધ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ કરી ભવિષ્યમાં આત્મનિર્ભર ભારતની દિશામાં પોતે સ્ટાર્ટઅપ ઉભુ કરવાની ખેવના રાખે છે.

Advertisement

આજકાલ યુવાનો સરકારી નોકરી માટે વિશેષ રુચિ રાખી રહ્યા છે, ત્યારે આવી ઉચ્ચ બીઝનેસ કૉલેજમાં પ્રવેશ મેલવી ખાનગી ક્ષેત્રે પ્રભાવી કારકિર્દી બનાવવા અને પડકારો ઝીલવા સૂચન કર્યુ હતું.

Advertisement
Advertisement

Related Articles

1 COMMENT

  1. વાસ્તવિક અને તમામ ક્ષેત્ર ના તા દશ્ય સમચાર અને વાસ્તવિકતા સાથે ના ભય મુક્ત સમચાર આવજા દાયક……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!