29 C
Ahmedabad
Tuesday, May 7, 2024

વિશ્વમાં કોરોના, પર્યાવરણ કે યુદ્ધ જેવા ગંભીર વિષયો પર જ્યાં સુધી PM મોદીનો મત ન લેવાય ત્યાં સુધી તમામ ચર્ચાઓ અધૂરી : શાહ


અમદાવાદમાં સ્પોર્ટસ સંકુલના લોકાર્પણ કર્યા બાદ વધુમાં અમિત શાહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આજે દેશ ખૂબ ઝડપી ગતિથી આગળ વધી રહ્યો છે હાલમાં યોજાયેલ ઓલિમ્પિક માં ભારતના રમતવીરોએ ખૂબ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યો હતો અને હવે આવનારા સમયમાં પણ આપણે એકથી પાંચમા ક્રમાંકે આવવાની મહેનત શરૂ કરી દીધી છે.

Advertisement

સરદાર પટેલ સંકુલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કારણે અમદાવાદ આવનારા ભવિષ્યમાં ઓલમ્પિક ખેલની મેજબાની કરી શકશે તેમ અમિતભાઈ શાહે કહ્યું હતું.

Advertisement

અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના આજે વિશ્વમાં કોરોના, પર્યાવરણ કે યુદ્ધ જેવા ગંભીર વિષયો પર જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો મત ન લેવાય ત્યાં સુધી તમામ ચર્ચાઓ અધૂરી રહે છે.
આ બદલતા ભારતની તાકાત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આઠ વર્ષના સમયગાળામાં દેશના સુરક્ષા સમૃદ્ધિ શિક્ષા થકી  વિશ્વના પ્રથમ હરોળના દેશોમાં ગણના થાય છે તેનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભગીરથ કામોને જાય છે.

Advertisement

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદહસ્તે ઓલમ્પિક કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું નારણપુરા કર્ણાવતી ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ દરમિયાન તેમને આ વાત કહી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!