33 C
Ahmedabad
Monday, May 6, 2024

મહિલા પોલીસકર્મીની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ : ખેડામાં ફરજ બજાવતા મહિલા પોલીસનું અકસ્માતમાં મોત,જુઓ Video


ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઉકરડી ગામના અને ખેડા જીલ્લામાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાંથી એક્ટિવા પર પરત ફરતા દહેગામ જોડે એક્ટીવાને અકસ્માત નડતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ હતી મહીલા પોલીસકર્મીને માદરે વતન ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી પરિવારે જુવાનજોધ દીકરી ગુમાવતા ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.

Advertisement

ખેડા જીલ્લાના આંતરસુંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને મેઘરજ તાલુકાના ઉકરડી ગામના રેખાબેન કાળાભાઇ નામના મહિલા પોલીસકર્મી કરાઈ ખાતે એક દિવસની ટ્રેનિંગ હોવાથી એક્ટિવા લઈ ટ્રેનિંગ માટે પહોંચ્યા પછી ટ્રેનિંગ પુરી કરી પરત ફરતા સમયે દહેગામ રોડ પર એક્ટીવાને અકસ્માત નડતા મહિલા પોલીસકર્મીના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા સારવાર દરમિયાન મોત સામે જંગ લડતા મહિલા પોલીસકર્મીનું મોત થતા તેમનો મૃતદેહ માદરે વતન લાવવામાં આવ્યો હતો મહિલા પોલીસકર્મી ફરજ દરમિયાન મોત નિપજતા ઇસરી પોલીસે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરી હતી.

Advertisement

મહિલા પોલીસકર્મીનું અકસ્માતમાં મોત થતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી યુવા પોલીસકર્મીના નિધન થી પોલીસબેડાં સહીત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!