36 C
Ahmedabad
Tuesday, May 21, 2024

હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાના નિર્ણય બાબતે જાણો નીતિન પટેલે શું કહ્યું


પાટીદાર અનામત આંદોલન સમયે જે યુવા નેતા ભારતીય જનતા પાર્ટી સામે લડી લડી રહ્યો હતો. એ યુવા નેતા કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે. આ વાત છે પાટીદાર અનામત આંદોલનથી લોકપ્રિય બનેલા હાર્દિક પટેલને અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ કોંગ્રેસમાં ગયો હતો અને તે સમયે પણ તેને ભાજપની સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા પરંતુ હવે હાર્દિક પટેલને કોંગ્રેસનો સાથ છોડીને 2 જૂને ભાજપમાં જોડાશે ત્યારે ભાજપના નેતાઓમાં કાનાફૂસી થઈ રહી છે. હાર્દિકના ભાજપમાં પ્રવેશને લઈને ભાજપના કેટલાક પાટીદાર નેતાઓ નારાજ ન હોય તેવી ચર્ચા ચાલી રહી છે અને હાર્દિકના ભાજપમાં પ્રવેશ સમયે નારાજ નેતાઓ નારાજ ન હોય તેવું ચિત્ર ઊભું કરીને હાર્દિકને કેસરીયો ખેસ પુરાવવા માટે પક્ષના પાટીદાર નેતાઓને હાજર રાખવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

Advertisement

એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, હાર્દિક ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તે દિવસે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે બનાવવાની કવાયત અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે.

Advertisement

મહાત્મા મંદિર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે તેમને હાર્દિક પટેલ બાબતે જણાવ્યું હતું કે, હાર્દિકના ભાજપમાં પ્રવેશ અંગે કોઈ પણ વ્યક્તિને પાપી ગણવો યોગ્ય નથી કારણ કે સારું અને સાચું કામ કરવા તે વ્યક્તિ પ્રતિનિધિ બને તો એવા વ્યક્તિને કામ કરવાની મળતી હોય છે. નીતિન પટેલે સ્પષ્ટપણે કહ્યું કે, અમે કોઈ મહાત્મા નથી કે કોઈ વ્યક્તિને પાપી ગણીયે. ખરેખર તો સારું અને સાચું કામ કરતા નાગરિકને અમારી પાર્ટીમાં અમે આવકારીએ છીએ અને એટલે હું કોઈ વ્યક્તિગત વાત નથી કરતો. નીતિન પટેલે એવું પણ કહ્યું હતું કે, સમાજમાં રહેલા કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્ર સેવા સમાજ સેવા કરવા રાજકીય મદદ સાથે ભાજપના માધ્યમથી સેવા માટેનો ઉત્સાહ હોય તો તે વ્યક્તિને ભાજપમાં આવકારીએ છીએ અને ઘણા સમયથી ભાજપમાં ઉત્સાહિત યુવાનો મહિલાઓ ડોક્ટરો વકીલો સહિત વિવિધ ક્ષેત્રના અનેક દિગ્ગજો જોડાઈ રહ્યા છે.

Advertisement

મીડિયા દ્વારા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને એક સવાલ કરવામાં આવ્યો હતો કે ભાજપ એ પવિત્ર ગંગા સમાન છે કારણ કે, તેમાં પવિત્ર થવા માટે લોકો જોડાય છે ત્યારે તેમને જવાબ આપ્યો હતો કે, કોઈ પણ વ્યક્તિ ભૂલ કરે તો તેને સુધારવાની તક મળવી જોઈએ.

Advertisement

એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, ભાજપની સરકાર અને ભાજપના મંત્રીઓ સામે બેફામ નિવેદન કરી રહેલા હાર્દિક પટેલને ભાજપમાં લેવાનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવ્યો છે અને એટલા જ માટે હાર્દિક પટેલને ભાજપમાં જોડવા અને વધાવવાની તૈયારીઓ પ્રદેશ કક્ષાએથી કરવામાં આવી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!