38 C
Ahmedabad
Tuesday, May 7, 2024

અરવલ્લી : ભિલોડામાં કોંગ્રેસ ‘નવ સંકલ્પ જન સંમેલન’ કાર્યક્રમ, 125 બેઠક જીતવાનો દાવો કરતા પ્રદેશ પ્રમુખ


અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે નારસોલી રોડ પર જય ભોલેનાથ પાર્ટી પ્લોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ધ્વારા આયોજીત નવ સંકલ્પ જનસંમેલનમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અને હોદ્દાદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

Advertisement

ગુજરાત પ્રદેશ કક્ષાના કોંગ્રેસના પીઢ આગેવાન દિવંગત અનિલ જે. જોષીયારા,ધારાસભ્ય નું અકાળે અવસાન થયા બાદ ટુંક જ સમયમાં તેઓનો પુત્ર કેવલ જોષીયારા ભાજપમાં જોડાઈ ગયા બાદ પ્રથમવાર નવ સંકલ્પ જન સંમેલન યોજનામાં આવ્યું.

Advertisement

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન જણાવ્યું હતું,કે ભાજપના રાજમાં મોંઘવારી,બેરોજગારી,સરકારી ભરતીના પેપરો ફોડવાવાળી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

Advertisement

Advertisement

આ સાથે જ કેટલાક વચનો પણ આપવામાં આવ્યા હતા. કોંગ્રેસ ની સરકાર આવશે તો એક લાખ આદિવાસી ખોટા સર્ટી રદ કરશે. ભરતીમાં એક પણ પેપર નહીં ફૂટે, ખોટી ભરતી નહીં થાય, કુપોષણ નું પ્રમાણ અહીં 60% છે એ શહેરોમાં કેમ નથી ? જીગ્નેશ મેવાણી ના સામે નકલી દીકરી ઉભી કરી છેડતી ના ખોટા કેસ કર્યા છે.અધિકારી અને પોલીસ 95% સારા છે.

Advertisement

5 % પોલીસ વડા અધિકારીઓએ ભાજપ ની ચડ્ડી પહેરી છે.કોંગ્રેસ ની સરકાર આવી તો ચડ્ડી વગર બજાર માં દોડવા નો વારો આવશે બે સમાજ વચ્ચે બે ધોકા મારવા વાળો ભાજપ નો હશે અને ધોકા ખાવા વાડા પણ ભાજપ ના હશે તમને સમાજ ના બે ગ્રુપ ને જગડાવશે,ગુજરાત માં ચૂંટણી પરિણામ માં ભાજપ 100 સીટ અને કોંગ્રેસ 125 + રહેશે તેમ જણાવ્યું હતું.

Advertisement

ભિલોડા-મેધરજ બેઠક વર્ષોથી કોંગ્રેસની અંકબધ્ધ બેઠક છે ત્યારે આ બેઠક જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.આગામી વિધાનસભાની ચુંટણી દરમિયાન કોંગ્રેસનો ઉમેદવાર કોઈ પણ ઉમેદવારને ટીકીટ મળે તેને જીતાળવા આહ્વાન કર્યું હતું.

Advertisement

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ,પ્રમુખ જગદીશ ઠાકોર,પુર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રી,પ્રભાબેન તાવિયાળ,તુષારભાઈ ચૌધરી,ધારાસભ્યો,જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘી, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યો,તાલુકા પંચાયત સદસ્યો સહિત કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જન સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!