42 C
Ahmedabad
Saturday, May 18, 2024

બાઇક નહીં, હવે ખરીદો 3-વ્હીલ ઇલેક્ટ્રિક ‘ટ્રાઇક’, 10 મિનિટમાં બેટરી ચાર્જ, દેખાવમાં પણ બેસ્ટ


જો તમે પણ એવી ઈલેક્ટ્રિક બાઈક શોધી રહ્યા છો જે ન માત્ર ફીચર્સમાં મજબૂત હોય, પરંતુ તેનો લુક પણ સૌથી ખાસ હોય. તો તમે ઇલેક્ટ્રિક બાઇકને ભૂલી જાવ, તેના બદલે ટ્રાઇક તેની જગ્યાએ તૈયાર છે, કારણ કે eBikeGo નામની EV સ્ટાર્ટઅપ કંપની તેના બે વ્હીલ ફ્રન્ટ અને એક વ્હીલ રીઅર ઇલેક્ટ્રિક મોટરસાઇકલ Velocipedo સાથે ખૂબ જ જલ્દી આવી રહી છે.

Advertisement

ટ્રાઈકના બે મોડલ થશે લોન્ચ

Advertisement

eBikeGo Velocipedoના બે મોડલ માર્કેટમાં આવશે. આમાં એક મોડલ લાઇફસ્ટાઇલ વ્હીકલ જેવું હશે, જ્યારે એક મોડલ કંપની દ્વારા ડિલિવરી પાર્ટનર્સ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. લાઇફસ્ટાઇલ મોડેલ બે સીટ અને ટેરેસ સાથે પણ આવે છે, જે કોઈપણ હવામાનમાં મુસાફરી કરવા માટે ટ્રાઈકને બેસ્ટ બનાવે છે. જ્યારે કાર્ગો મોડલમાં તેની પાછળ કોર્ગો બોક્સ આપવામાં આવ્યું છે. આ ટ્રાઈક 40 કિલો સુધીનું વજન ઉપાડવામાં કેપેબલ છે.

Advertisement

એક ચાર્જ પર 120km

Advertisement

eBikeGo Velocipedo સિંગલ ચાર્જ પર 120km કરતાં વધુ મુસાફરી કરે છે. તેની 80% બેટરી ચાર્જ થવામાં 3 કલાક લે છે, જ્યારે તે 5 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે. તેમાં આપવામાં આવેલ ઇલેક્ટ્રિક મોટર 11hpનો પાવર અને 340Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ ટ્રાઈક 5.5 સેકન્ડમાં 0 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. તેની ટોપ સ્પીડ 90 kmph છે.

Advertisement

બેટરી 10 મિનિટમાં ચાર્જ

Advertisement

તાજેતરમાં eBikeGo એ આ મોટરસાઇકલ માટે Log9 Materials નામની કંપની સાથે જોડાણ કર્યું છે. આ કંપની એડવાન્સ બેટરી ટેક્નોલોજી પ્લેટફોર્મ પર કામ કરે છે. હવે કંપની eBikeGo Velocipedo માટે ઇન્સ્ટન્ટ ચાર્જ ટેક્નોલોજી પર કામ કરી રહી છે, જે આ બાઇકને માત્ર 10 મિનિટમાં ચાર્જ કરશે.

Advertisement

eBikeGo Velocipedo અત્યારે એક કન્સેપ્ટ વ્હીકલ છે, પરંતુ તે ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. તેની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!