31 C
Ahmedabad
Sunday, April 28, 2024

અરવલ્લી જિલ્લામાં રસ્તાના અભાવે ‘સગર્ભા મહિલાઓને દોડ લગાવવી ફરજિયાત’ બનાવતું જિલ્લા પંચાયત તંત્ર, જાણો કેમ


મોડાસાના અણદાપુરમાં સગર્ભા મહિલાઓની ચિંતા કરવામાં જરાય રસ ન દાખવતું જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત

Advertisement

વારંવાર સગર્ભા મહિલાઓને કરવી પડે છે પ્રસુતી પીડા સમયે પદયાત્ર

Advertisement

અધિકારીઓ ઘટના સ્થળે દોડે છે અને માત્ર રીપોર્ટ બનાવી માને છે સંતોષ

Advertisement

અરવલ્લી જિલ્લામાં વારંવાર સગર્ભા મહિલાઓને પ્રસુતાની પીડિયા સમયેે 108 એમ્બ્યુલન્સ સુધી જવા માટે દોડ અથવા તો પદયાત્રા કરવા મજબૂર થવું પડતું હોય છે. મોડાસા તાલુકાના અણદાપુર ગામે ત્રણ મહિનામાં બીજી વાર સગર્ભા મહિલાએ 108 એમ્બ્યુલન્સ સુધી દોઢ કિલો મીટર પદયાત્રા કરીને જવાનો વારો આવ્યો હતો, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ગામમાં રસ્તાનો અભાવ છે.

Advertisement

સગર્ભા મહિલાઓના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને પણ બેસાડવા, જેથી ખ્યાલ આવે કે, પ્રસુતાની પીડા શું છે..!!

Advertisement

5 જૂનના રોજ પરોઢના સમયે ગામની એક મહિલાને પ્રસુતાની પીડા થતાં 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી જોકે ગામમાં રસ્તાનો અભાવ હોવાથી મહિલાએ 2 કિલો મીટરના રોડ સામે 1.5 કિલો મીટર પદયાત્રા કરીને એમ્બ્યલન્સ સુધી જવું પડ્યું હતું

Advertisement

જુઓ સગર્ભા મહિલાએ પરોઢે 108 સુધી ચાલતા જવાનો વારો આવ્યો

Advertisement

જિલ્લા પંયાતની આઈ.સી.ડી.એસ. વિભાગ સગર્ભા મહિલાઓને લઇને અનેક કાર્યક્રમો યોજે છે અને મહિલાઓએ કેવી કાળજી રાખવી તે અંગે મોટા મોટા તાયફા કરે છે ત્યારે આવી સ્થિતિ સામે આવતા સૌકોઇનું કળજુ હચમચી ઉઠે પણ હવે સગર્ભા મહિલાઓને લઇને જો કાર્યક્રમો યોજવામાં આવે તો રસ્તાઓ બનાવતા વિભાગ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને પણ બેસાડવા જોઇએ જેથી સમજી શકે કે, પ્રસુતાની પીડા સમયે દોઢ કિલો મીટર ચાલવું કેટલું મુશ્કેલ છે.

Advertisement

Advertisement

આઝાદીના સાત – સાત દાયકાઓ વીતી જવા છતાંય હજુ અરવલ્લી જિલ્લાના કેટલાય ગામડાઓમાં રસ્તાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સરકાર કરોડો રૂપિયા રસ્તાઓના નિર્માણ પાછળ ખર્ચી દે છે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની મલીભગતથી રોડ ક્યાં જાય છે અને કેમ બનતા નથી તે એક સવાલ છે. સરકારના પૈસા તાગડધીન્ના કરતા અધિકારીઓ ગુલાબી સપનાઓમાં રચ્યા-પચ્યા રહે છે અને બિચારી ગરીબ પ્રજા તેનો ભોગ બને છે.

Advertisement

અણદાપુરમાં રસ્તાના અભાવે લોકોના મનની વાત કોણ સાંભળશે..?
સ્થાનિક લોકોનું કહેવું છે કે, વર્ષોથી તેઓ રસ્તાની માંગણી કરીએ છીએ પણ રસ્તાને લઇને કોઇ સામુ જોવા માટે તૈયાર નથી. ત્રણ મહિના પહેલા પણ આ જ પ્રકારે સગર્ભા મહિલાએ આ જ રીતે ચાલતા જવું પડ્યું હતું અને વીડિયો વાઈરલ થયો હતો, જેને લઇને અધિકારીઓ દોડી આવ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું, પણ હજુ સુધી રસ્તાનું કામકાજ શરૂ થયું નથી. ત્રણ મહિના પછી ફરીથી આવી જ રીતે રસ્તાના અભાવે સગર્ભા મહિલાએ પરોઢના સમયે જીવના જોખમે એમ્બ્યુલન્સ સુધી ચાલતા જવાનો વારો આવ્યો હતો.

Advertisement

જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર લૂલો બચાવ કરવા દોડ્યા..!!
અણદાપુરમાં રસ્તાના અભાવે સગર્ભા મહિલાએ દોઢ કિ.મી. ચાલતા એમ્બ્યુલન્સ સુધી જવાનો વારો આવ્યો હતો, જે અહેવાલ મીડિયામાં આવતાની સાથે જ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દોડી આવ્યા હતા અને દોઢ કિ.મી. રોડનું નિરીક્ષણ કર્યું હતું.

Advertisement

જિલ્લા પંચાયત કાર્યપાલક ઇજનેરનું નિવેદન, “અમારી ગાડી છેક સુધી પહોંચી ગઇ”, ઇજનેર ભૂલી ગયા કે, મહિલા સગર્ભા હતી

Advertisement

જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એ લૂલો બચાવ કરતા જણાવ્યું કે, તેઓની ગાડી છેક ગઇ છે એટલે કોઇ પ્રશ્ન નથી એટલે 108 એમ્બ્યુલન્સ છેક સુધી જઇ શકે એમ છે.  હાલ મનરેગા યોજના અંતર્ગત રસ્તા પર માટી કામ ચાલુ છે.

Advertisement

માર્ચ, 2022 માં મહિલાએ 108 એમ્બ્યુલન્સ સુધી પદયાત્રા કરવી પડી હતી, જુઓ વીડિયો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!