34 C
Ahmedabad
Thursday, May 9, 2024

કોરોના ગયો નથી…સાવચેતી જરૂરી, અરવલ્લી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી, 2 પોઝિટિવ કેસ નોંધાયા


છેલ્લા ઘણાં સમયથી સમગ્ર રાજ્ય સહિત વિવિધ જિલ્લાઓમાં કોરોનાની ગતિ મંદ પડી હતી જોકે ધીરે-ધીરે કોરોનાએ ગતિ પકડી હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

અરવલ્લી જિલ્લામાં કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મેઘરજ પંથકમાં કોરોનાના 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. મેઘરજના પૂજાપુર પંથકમાં 40 વર્ષિય મહિલા જ્યારે ભિલોડાના અંધારિયા પંથકમાં 22 વર્ષિય યુવક કોરોના પોઝિટવ થતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

Advertisement

દેશમાં કોરોનાના કેસની સંખ્યા

Advertisement

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4 હજાર 518 કેસ નોંધાયા છે અને 9 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલમાં કુલ 25 હજાર 782 કોરોના એક્ટીવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 2 હજાર 779 દર્દીઓએ કોરોનામાંથી સાજા થયા છે. તો કુલ 4,26,30,852 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે છેલ્લા 24 કલાકમાં 2,57,187 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે અને 2,78,059 લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!