33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોડાસાનું ગઢડા ગામ 15 દિવસથી નર્મદા સંપ યોજનામાં રીપેરિંગનું કામકાજ ચાલતું હોવાથી...

મોડાસાનું ગઢડા ગામ 15 દિવસથી નર્મદા સંપ યોજનામાં રીપેરિંગનું કામકાજ ચાલતું હોવાથી પાણી વિહોણું : પાણી માટે લોકોનો રઝળપાટ

0
352

અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તંગી સર્જાઈ રહી છે રાજ્ય સરકાર અબજો રૂપિયાના ખર્ચે પછી પણ જીલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે કકળાટ યથાવત રહ્યો છે મોડાસા તાલુકાના ગઢડા ગામમાં છેલ્લા 15 દિવસથી નર્મદા સંપમાં રીપેરીંગનું કામકાજ ચાલતું હોવાના બહાના હેઠળ ગામને પાણીથી વંચિત રાખવામાં આવ્યું હોવાની ગામના સરપંચે જીલ્લા પાણી પુરવઠા એસ.કે-2 ના ઇજનેરને પત્ર લખી તાત્કાલિક અસરથી પાણી પૂરું પાડવામાં આવેની માંગ કરી છે

રાજ્ય સરકાર ના પાણી પુરવઠા વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લા માં એસકે – 2 અને એસકે – 3 યોજના હેઠળ ગામડે ગામડે પાણી પહોંચાડવા માટે સરકારે અધધ કરોડો રૂપિયાના ગ્રાન્ટ ફાળવ્યા પછી પણ તંત્રનો અણધડ વહીવટ કે પછી અગમ્ય કારણોસર પાણી પૂરું પાડવામાં ઉણુ ઉતરી રહ્યું હોવાની બૂમો ઉઠતી રહે છે

ગઢડા ગામના મહિલા સરપંચ ભાવના બેન પટેલે એસ.કે-2 યોજના હેઠળ ગામમાં પાણી પૂરું પાડવામાં આવતું હતું પરંતુ છેલ્લા 15 દિવસથી રીપેરીંગની કામગીરી ચાલતી હોવાના બહાના હેઠળ પાણી આપવામાં આવતું ન હોવાથી ઉનાળામાં પાણી માટે તંગી સર્જાતા તાત્કાલિક ધોરણે એસ.કે-2 યોજના હેઠળ પાણી પૂર્વરત કરવામાં આવેની માંગ સાથે પાણી પુરવઠા તંત્રને પત્ર લખી માંગ કરી છે

પાણી પુરવઠા ઇજનેરની મેરા ગુજરાત સાથે વાત

પાણી પુરવઠા ઇજનેર વસાવા બહેનના જણાવ્યા અનુસાર, મારા ધ્યાને આવું કાંઇ આવ્યું નથી, આ બાબતે જો કાંઇ પાણીની સમસ્યા હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને પાણીની તંગી ન સર્જાય તે માટે પ્રયાસો કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!