40.7 C
Ahmedabad
Friday, May 3, 2024

પ્રી મોન્સુન પ્લાનિંગ નામે ‘ગટર સાફ-સફાઈ કૌભાંડ’ તો નથી ને…!!! મોડાસા નગર પાલિકાના તંત્ર એજન્સી સામે શું કાર્યવાહી કરશે ?


અરવલ્લી જિલ્લામાં મોડાસા નગર પાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનિંગ અંતર્ગત ગટર સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી હતી, જોકે પાલિકાની કામગીરીનું ઉત્તમ ઉદાહરણ મોડાસા નગર પાલિકા ટાઉન ખાતે જોવા મળ્યું. વરસાદી પાણી ભરાઈ જતાં ગટરમાં ઢગલો કચરો બહાર નિકળ્યો. સોમવાર મોડી રાત્રે મોડાસા નગર પાલિકા ટાઉન હોલ બહાર ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા, વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી ગટરો ઉભરાઈ અને બધો કચરો બહાર આવતા કોન્ટ્રાક્ટર્સની કામગીરી પર સવાલો ઉઠ્યા.

Advertisement

કોન્ટ્રાક્ટર્સ પર શું કાર્યવાહી કરશે પાલિકા…?

Advertisement

નબળી કામગીરી છતાં બિલ ચુકવાઈ જશે કે શું…?

Advertisement

રિંગ કરીને ગટર સાફ સફાઈનો કોન્ટ્રાક્ટર રાખતા કોન્ટ્રાક્ટર..!!

Advertisement

નબળી કામગીર છતાં સેનેટરી વિભાગ અને પાલિકા વહીવટી તંત્રના ચાર હાથ..?

Advertisement

પ્રજાના પૈસા વેડફનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગ પ્રબળ બની

Advertisement

પાલિકા ચિફ ઓફિસર ગટર સાફ-સફાઈને લઇને શું કરશે તે એક સવાલ….

Advertisement

અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા પ્રથમ વરસાદમાં પાલિકાની કામગીરી છતી થતાં લોકો પણ સવાલો ઉઠાવી રહ્યા છે. તેમના ટેક્સના પૈસા આડેધડ વાપરી કોન્ટ્રાક્ટરને ઘી-કેળા આપવામાં આવી રહ્યા છે. ગટરની સાફ-સફાઈના નામે કોન્ટ્રાક્ટર લોકોને બેવકૂફ બનાવી રહ્યા છે, પણ પાલિકા કોઇ કાર્યવાહી નથી કરતી કે શું તે એક સવાલ છે. જે સમયે ગટરની સાફ-સફાઈ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કરાઈ તો સેનેટરી અન્સ્પેક્ટર શું કરતા હતા તે પણ એક સવાલ છે. જો સેનેટરી ઇન્સ્પેક્ટર એ ધ્યાન રાખ્યું હોત તો આવી સ્થિતિનું નિર્માણ ન થયું હોત.

Advertisement

પ્રજાના પૈસા તાગડધિંના કેટલા અંશે વ્યાજબી છે તે સવાલો ઉઠી રહ્યા છે, પણ આવી કામગીરીથી પાલિકા પરેશાન નથી થતીં પણ પ્રજા પરેશાન થાય છે. કારણ કે, હાલાકી પણ પ્રજાએ ભોગવવી પડે છે અને ટેક્સ પેટે પૈસા પણ પ્રજા જ  ભરે છે. માત્ર તાયફા કરતા હોય તો સેનેટરી વિભાગ, પાલિકા વહીવટી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ.

Advertisement

જુઓ ગટર સાફ-સફાઈના નામે કોન્ટ્રાક્ટ્રર્સ એ તાયફા કર્યાના પુરાવા…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!