37 C
Ahmedabad
Monday, April 29, 2024

અરવલ્લી : મોડાસાના વણીયાદ રોડ પર બાયો મેડિકલ વેસ્ટ કોણ ઠાલવી ગયું…?


અરવલ્લી જિલ્લો એ આરોગ્ય નગરી માટે ઓળખાય છે પણ હવે આરોગ્ય સાથે સંકળાયેલ બાયો મેડિકલ વેસ્ટ પણ રસ્તે નાખી દેવાની પરંપરા જોવા મળી રહી છે. જિલ્લામાં દિન પ્રતિદિન બાયો મડિકલ વેસ્ટ ઠાલવવાની પ્રથા હોય તેમ આરોગ્ય સાથે સંકળાયેલા લોકો આ પ્રકારે મેડિકલ વેસ્ટ ઠાલવી દે છે અને આસપાસના વિસ્તારોમાં રહેલા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. આવો જ એક કિસ્સો મોડાસાના વણીયાદ કોકાપુર નજીક બાયો મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે. રસ્તાની બાજુમાં મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો. મેડિકલ વેસ્ટ સરકારી ખાતાનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ મોડાસા તાલુકાના વણીયાદ કોકાપુર નજીક બાયો મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે. રસ્તાની બાજુમાં ખુલ્લી જગ્યા હોવાનો લાભ લઇને કોઇ લોકો આ પ્રકારે મેડિકલ વેસ્ટ ઠાલવી દેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. બાયો મેડિકલ વેસ્ટમાં બિન ઉપયોગી ટેબ્લેટ અને ખાલી દવાઓની બોટલ પણ મળી આવી છે. આ બાયો મેડિકલ વેસ્ટ સરકારી ખાતાનો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે મેડિકલ વેસ્ટ કોણ ઠાલવી ગયું તે અંગે કોઇ માહિતી મળી નથી.

Advertisement

સામાન્ય રીતે બાયો મેડિકલ વેસ્ટ નક્કી કરેલ એજન્સી એક વેનમાં વિવિધ હોસ્પિટલમાંથી નિયમ મુજબ પેકિંગ કરીને લઇને જતી હોય છે, બાયો મેડિકલ વેસ્ટ કોઇપણ ખુલ્લી જગ્યાએ ઠાલવી શકાતો નથી પણ આવી કરતૂતથી આસપાસના લોકોમાં એક રોષ જોવા મળી રહ્યું છે. પણ હવે આ અંગે આરોગ્ય વિભાગ શું તપાસ કરે છે તે જોવું રહ્યું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!