38 C
Ahmedabad
Sunday, April 28, 2024

અરવલ્લી : ગજાનંદ થી જીવન જ્યોત સોસાયટીના રસ્તા પર મોડાસા નગર પાલિકાએ પાથરી સોનેરી કારપેટ…!!!


અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પાલિકાના આશીર્વાદથી લોકોને એટલી સુવિધાઓ મળી રહી છે કે, આગામી દિવસોમાં પાલિકાને સ્વચ્છતાનો અવોર્ડ મળે તો નવાઈ નહીં, અને જો આમ થશે તો પાલિકાની આ બોડી ઇતિહાસ રચશે, તેવું લોકો વ્યંગ કરતા નજરે પડી રહ્યા છે. શહેરમાં ઠેર-ઠેર ગંદકી અને ગટરના પાણી તેમજ હાલમાં જ વરસાદી પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉટ્યા અને કેટલીક સોસાયટીઓમાં પાણી ભરયા પછીની સ્થિતિથી લોકોની મુશ્કેલીઓ વધી છે, પણ પાલિકા ઊંધા માથે જોવા મળી રહ્યું છે. કારણ કે, લોકોની ચિંતા કરવાની છોડી દીધી છે.

Advertisement

ગજાનંદ સોસાયટીથી જીવન જ્યોત સોસાયટીના રસ્તા પર પાલિકાએ પાથરી સોનેરી કારપેટ…!

Advertisement

ચાલતા તો ઠીક, પણ વાહન લઇને પણ જવું મુશ્કેલ બન્યું…

Advertisement

મોડાસા નગર પાલિકાની ટીમ શું કરે છે તે લોકો સમજી શક્યા નથી…!!!

Advertisement

મોડાસાની ગજાનંદ સોસાયટી થી જીવન જ્યોત સોસાયટીનો રસ્તો એટલી હદે ખરાબ છે કે, ત્યાં સોનેરી કારપેટ પાથરી હોય તેવું લાગે છે અને આ સોનેરી કારપેટ પર જો ચાલ્યા તો સમજો ગયા. હાલમાં જ વરસાદ વરસ્યો અને હવે રસ્તાઓ પર કાદવ-કીચડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પણ કોઇ જ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. વાહન કેવી રીતે ચલાવવું તે પણ એક સવાલ છે, એટલું જ નહીં આ રસ્તે ચાલતા જવું તો લગભગ અશક્ય છે. લોકો હવે સોશિયલ મીડિયા પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને મનમાં તો કહી રહ્યા છે કે, મારા હારા છેતરી ગયા…

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!