37 C
Ahmedabad
Wednesday, May 15, 2024

સાબરકાંઠા ચંદન ચોરી માં તરખાટ મચાવી રહેલી મધ્યપ્રદેશના પુષ્પા ગેંગની સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ


સાબરકાંઠા જિલ્લામાં સુગંધિત કિંમતી ચંદનના ઝાડની ચોરી કરનાર ગુજરાતના ત્રણ પુષ્પાની પોલીસે ધરપકડ કરીને પોલીસે ચાર લાખ રૂપિયાનું સુગંધિત ચંદન સહિત બાઈક અને ચોરી માં વપરાયેલ સાધનો પણ કબ્જે કર્યા છે, તો વધુ 10 જેટલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

સાબરકાંઠા જીલ્લાના ઇડર પંથકમાં આવેલ બડોલી, ચાંપડ, સુર્યનગર કંપા, ફિચોડ, વસાઈ સહિતના ગામમાં ખેડૂતો ખેતરના શેઠા પર અને ખેતરમાં કિંમતી ચંદનના ઝાડનું વાવેતર કરે છે ત્યારે ઇડર પંથકમાં તૈયાર થયેલ કિંમતી ચંદનના ઝાડ કેટલાય સમયથી ચોરી થઈ રહી છે ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીઓએ ઇડર આસપાસ થી કિંમતી ચંદન ચોર્યા હોવાની કબૂલાત કરી હતી બાદમાં પકડાયેલ આરોપીઓ દ્વારા ચોરીમાં મદદગાર અન્ય આરોપીઓના નામો પણ જાહેર કર્યા હતા… આમ તો મુળ મધ્યપ્રદેશ ના આરોપીઓ ગામડાઓમાં વિવિધ ચીજવસ્તુઓ નુ વેચાણ અર્થે ગામમાં જતા અને રેકી કરીને રાત્રે ચંદન ને નિશાન બનાવતા હતા… કરબત વડે ઝાડ કાપીને જેટલુ ચંદન લઈ જવાય એટલુ બાઈક પર લઈ જતા અને અન્ય ચંદન જમીનમાં ખાડો ખોદી દાટી દેતા અને બાદમાં તે લઈ જતા હતા… પકડાયેલ આરોપીઓ પૈકી એક આરોપી તો પુષ્પાનો શર્ટ પહેરેલ હતો જેના પર ફિલ્મનો હિરો અને પુષ્પા ઝુકેગા નહિ સાલા પણ લખેલ હતુ એટલે કે હજુ તો કેટલાક પુષ્પાઓ પોલીસને હાથતાળી આપી ફરાર છે..

Advertisement

પકડાયેલ આરોપીઓ ની પુછપરછ બાદ બાકી રહેલ ત્રણ મહિલા,ત્રણ કિશોરો સહિત અન્ય એક રીલિવર સહિત તમામ 10 જેટલા આરોપીઓ કિંમતી ચંદનની ચોરી આચરતા હતા… આરોપીઓ દિવસે રુદ્રાક્ષ અને મહિલાઓની કટલરી વેચાણ માટે ગામડાઓમાં ફરતા હતા એ દરમિયાન ચંદનના ઝાડની રેકી કર્યા બાદ રાત્રીના સમયે ચંદનના ઝાડને કરવત વડે કાપી ચોરી કરતા હોવાની કબૂલાત કતી છે… ઇડર તાલુકાના ઇડર પોલીસ મથકે ચોરીના સાત ગુન્હા અને જાદર પોલીસ મથકે એક એમ આઠ જેટલા ગુન્હા નોંધાયેલ છે જેની આરોપીઓ એ કબૂલાત પણ કરેલ છે તો બીજી તરફ આરોપીઓ એ અત્યાર સુધી અંદાજીત 15 લાખ રૂપિયાની કિંમતનું કિંમતી ચંદન ઉત્તર પ્રદેશ ખાતે વેચાણ કરી લીધું છે… સાબરકાંઠાથી ચોરાયેલ કિંમતી ચંદન માંથી પોલીસે ચાર લાખ રૂપિયા નું ચંદન રિકવર કર્યું છે… આરોપીઓએ ઈડરના ચાંડપ, સૂર્યનગર કંપા, બડોલી, ફિંચોડ સહિતના ગામોમાંથી ચંદનના કિંમતી ઝાડ ની ચોરી થઈ હતી આ ચોરી આચરનાર ગેંગ છેલ્લા ત્રણ મહિનાથી ઇડર પંથકમાં તરખાટ માચાવતી હતી… ચોરી આચરનાર આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના છે તો ચોરી કરેલ ચંદન આરોપીઓ ઉત્તરપ્રદેશ મા કથીર સમીર નામ ના ઈસમ ને વેચતા હોવા નું કબૂલ્યું હતું.

Advertisement

હાલ તો પોલીસ પુષ્પા ગેંગના 3 આરોપીઓની અટકાયત કરી છે તો હજુ 10 જેટલા આરોપીઓ ઝડપવાના બાકી છે.. 15 લાખના ચંદન ની ચોરી કર્યા બાદ હાલ તો પોલીસ 4 લાખ નુ જ ચંદન રીકવર કરી ચુકી છે હજુ બીજુ બાકી છે તો આ ઉપરાંત આ પુષ્પાઓ પાસેથી ચંદન મળી શકે તેમ છે તો આ ઉપરાંત અનેક ગુન્હાઓનો ભેદ પણ ઉકેલી શકાય તેમ છે… તો આ આરોપીઓ અન્ય કોઈ ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement
  1. રોહન ઉર્ફે સનઓફ રોના ભધ્ધરૂ પુશવા જાતે – પારધી -ઉવ-32
  2. રેતલસિંહ ઉર્ફે સનઓફ ભૈય્યું ગારંટી ઉર્ફે ગટુ ઉર્ફે સદામસિંહ પુશવા જાતે -પારધી-ઉવ-27
  3. વોરંટી સનઓફ ગારંટી ઉર્ફે ગટુ ઉર્ફે સદામસિંહ પુશવા જાતે -પારધી-ઉવ-24

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!