37 C
Ahmedabad
Friday, May 17, 2024

મોડાસામાં ગટર સાફ-સફાઈના નામે કૌભાંડ આચરતી એજન્સી સામે લોકો જાગૃત બને, સફાઈ ન થઇ હોય તો પાલિકાનો સંપર્ક કરે


અરવલ્લી જિલ્લામાં મોડાસા નગર પાલિકા દ્રારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂલ પ્લાનિંગ અંતર્ગત ગટર સાફ-સફાઈનો કોન્ટ્રાક્ટ્ર માત્રે બે વ્યક્તિના શિરે જાય છે ત્યારે આવા એજન્સીના લોકો લોકોના પૈસે તાગડધિન્ના કરે છે, જેથી હાલાકીઓ પ્રજાએ ભોગવવી પડે છે. આ માટે લોકોએ જાગૃત બનવાની જરૂર છે. જો તમારી આસપાસ જ્યારે ગટર સાફ-સફાઈ કરવાની શરૂઆત થાય તો હાજર રહેવ અને તો યોગ્ય ન જણાય તો તાત્કાલિક મોડાસા નગર પાલિકાનો સંપર્ક કરવો તેવું મોડાસા નગર પાલિકાના ચિફ ઓફિસરે જણાવ્યું છે.

Advertisement

કામના નામે તાયફા કરતી એજન્સીને બ્લેક લીસ્ટ કરવાની ઉગ્ર માંગ

Advertisement

છેલ્લા ઘણાં વર્ષોથી શહેરમાં દર વર્ષે ગટર સાફ-સફાઈના નામે લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટર રાખી તાગડધિન્ના કરતા કોન્ટ્રાક્ટ્રર્સ હવે મનમાની કરતા જોવા મળે છે અને સાફ સફાઈ થાય છે કે નહીં તેનો પુરાવો કુદરતે પ્રથમ વરસાદમાં જ બતાવી દીધો હતો, જેથી કોન્ટ્રાક્ટ્રર્સની કામગીરી છતી થયેલી જોવા મળી હતી.

Advertisement

મોડાસા નગર પાલિકાની નજીક લક્ષ્મી સોસાયટીમાં સાફ-સફાઈ કરવા છતાં ગટર બ્લોક

Advertisement

એજન્સીને હજુ કામના નાણાં ચુકવાયા નથી ત્યાં સુધી લોકો કામગીરી કરાવી શકે છે

Advertisement

જો ઉણપ જણાય તો પાલિકાનો સંપર્ક કરવો જેથી પેમેન્ટ ન ચુકવાય

Advertisement

લોકોને એક અપીલ છે કે, તેઓ વેરો ભરે છે, માટે આપની આસપાસ સાફ-સફાઈ કરવા માટે એજન્સીના કર્મચારીઓ આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે, સેનેટરી વિભાગના કર્મચારીઓ હાજર છે કે નહીં, અને જો હાજર ન હોય તો તાત્કાલિક સેનેટરી અધિકારીને રૂબરૂ બોલાવો અને ગટર સાફ-સફાઇમાં ઉણપ જણાય તો તાત્કાલિ ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવું જોઇએ.

Advertisement

સેનેટરી વિભાગ માત્ર તે જ વીડિયો બતાવે છે કે જ્યાં મશિનથી સાફ-સફાઈ કરાઈ હોય

Advertisement

શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગટર સાફ-સફાઈના નામે એજન્સીઓ લોકોને બેવકુફ બનાવતી હોય છે પણ આ વર્ષે એવું નહીં ચાલે કારણ કે, લોકો માટે મેરા ગુજરાત જાગૃત છે અને આ માટે તેઓની સમસ્યા ઉજાગર કરશે અને એજન્સીની કામગીરી છતી કરશે. શહેરના કેટલાય વિસ્તારોમાં હજુ ગટર બ્લોકની સમસ્યાઓ છે અને કેટલીક જગ્યાએ તો કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું બતાવી દેવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!