36 C
Ahmedabad
Sunday, May 5, 2024

International Yog Day : અરવલ્લી જિલ્લામાં માનવતા માટે યોગાની તૈયારી, જિલ્લાના 9 સ્થળે યોગનું આયોજન


અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા ટીઓટીયા ની અધ્યક્ષતામાં મળી 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત પત્રકાર પરિષદ

Advertisement

પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય,સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન દ્વારા સયુક્ત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ.જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

Advertisement

કોવિડ મહામારી બાદ ચાલુ વર્ષે “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત 21મી જૂન 2022ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી કરવાનું રાજ્ય સસકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. દર વર્ષે ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર ધ્વારા આ વર્ષે “માનવતા માટે યોગા”( YOGA FOR HUMANITY) ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.જે અન્વયે અરવલ્લી જિલ્લાકક્ષાનાં આર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે.

Advertisement

અરવલ્લી જિલ્લામાં યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ ડે ને લઇને જિલ્લા વિકાસ અધિકારીએ જાણકારી આપી

જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ,મોડાસા ખાતે યોજાનાર છે,જેને લગતી તમામ પૂર્વ તૈયારી કરવા સલગ્ન વિભાગોને સુચન કરેલ છે.આ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ,ધાર્મિક-સામાજિક સંસ્થાઓ,શાળા-કોલેજના વિદ્યાર્થિઓ તથા જિલ્લા-તાલુકા કક્ષાના અધિકારીઓ/કર્મચારીઓ આ કાર્યક્રમનો ભાગ બને તેવુ આયોજન કરેલ છે.

Advertisement

“માનવતા માટે યોગ” થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂન – 2022 ના રોજ ઉમંગ અને ઉત્સાહ સાથે રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવશે.જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ તેની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.જેમાં મહાનગરપાલિકા કક્ષાએ, જિલ્લાકક્ષાએ, નગરપાલિકા કક્ષાએ, તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ,વિવિધ વોર્ડ કક્ષાએ,શાળા-કોલેજ અને અન્ય સંસ્થાઓ વગેરે તમામ કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમો કરવામાં આવશે.

Advertisement

અરવલ્લી જિલ્લામાં શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ,મોડાસા ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં શ્રી વિનોદભાઇ મોરડીયા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી હાજર રહેવાના છે. તાલુકા કક્ષામાં મોડાસા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી એ.એમ.શાહ હાઇસ્કુલ,સરડોઇ ખાતે યોજાનાર છે.મોડાસા નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી હાઇસ્કુલ ખાતે થવાનો છે. બાયડ તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી એન.એચ.શાહ હાઇસ્કુલ,બાયડ ખાતે યોજાનાર છે તથા બાયડ નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ શ્રી ગાયત્રી મંદિર,ગાબટ રોડ,બાયડ ખાતે થનાર છે.આ સિવાય ધનસુરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી જે.એસ.મહેતા હાઇસ્કુલ,ધનસુરા ખાતે,માલપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી પી.જી.મહેતા હાઇસ્કુલ,માલપુર ખાતે,ભિલોડા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી પ્રેરણા વિદ્યા મંદિર,ભિલોડા ખાતે તથા મેઘરજ તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી પી.સી.એન.હાઇસ્કુલ,મેઘરજ ખાતે યોજાનાર છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!