38 C
Ahmedabad
Friday, May 17, 2024

અરવલ્લી : મેઘરજના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં મીની વાવાઝોડુ, કંટાળું ગામે 5 જેટલા મકાનોના પતરા ઉડી જતા ઘરવખરીને નુકસાન


મેઘરજ સહીત અરવલ્લી જીલ્લામાં ગુરુવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ આકાશે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા ભારે પવન સાથે વીજળી અને કડાકા સાથે કેટલાંક વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટાં પડયાં હતા. મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો કંટાળું ગામમાં 5 જેટલા મકાનના પતરા ઊડી જતા ઘરમાં રહેલ ઘરવખરી અને માલસામાન પલળી જતા પરિવારજનો મુસીબતમાં મુકાયા હતા કંટાળું તલાટીએ નુકસાન થયેલ 3 મકાનોનો સર્વે હાથધરી રીપોર્ટ મેઘરજ તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપ્યો હતો

Advertisement

Advertisement

મેઘરજના કંટાળું ગામમાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી થતા મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાતા ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા ભારે પવન ફૂંકાતા 5 મકાનોના પતરાની છત હવામાં ફંગોળાઈ ઉડી ગયા હતા સદનસીબે જાનહાની ટળી હતી મકાનોના પતરા ઉડી જતા ઘરમાં રહેલ માલસામાન અને ઘરવખરી પલળી જતા ભારે નુકસાન પહોંચ્યું હતું મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોઈ લોકો ઘરમાં પુરાઈ ગયા હતા વરસાદ શરુ થતાની સાથે રાબેતા મુજબ વીજળી ગુલ થઇ જતા પ્રથમ વરસાદમાં જ પ્રિમોન્સુન પ્લાનની પોલ ખુલી ગઈ હતી વાવાઝોડાંના પગલે વ્રુક્ષો પણ ધરાશાયી થયા હતા વરસાદનું આગમાન થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!