33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાષ્ટ્રીય Corona Update : દેશમાં કોરોનાના નવા 17 હજાર કેસ નોંધાયા, 88 હજાર...

Corona Update : દેશમાં કોરોનાના નવા 17 હજાર કેસ નોંધાયા, 88 હજાર સક્રિય કેસ

0
178

દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે, આ દેશમાં કોરોનાના નવા 17, 336 પોઝિટિવ કેસ નોંધાયા છે, તો બીજી બાજુ વેક્સિનેશન કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. કોરોનાની ચોથી લહેરની દહેશતને પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તકેદારી પણ રાખવામાં આવી રહી છે અને વેક્સિનેશન કામગીરી વધુ ઝડપી કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

દેશમાં કોરોના અને વેક્સિનેશન સ્થિતિ પર એક નજર

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 196.77 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 88,284 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.20% છે
સાજા થવાનો દર હાલમાં 98.59% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 13,029 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,27,49,056 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 17,336 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 4.32% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.07% છે
કુલ 85.98 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,01,649 ટેસ્ટ કરાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!