28 C
Ahmedabad
Wednesday, May 15, 2024

BRICS Summit : હિંદ મહાસાગરથી લઇ પ્રશાંત મહાસાગર સુધી દરેકના સન્માનના મુદ્દાને ઉજાગર કરતું ભારત


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14મા બ્રિક્સ શિખર સંમેલનનાં છેલ્લા દિવસે વર્ચુઅલ ભાગ લીધો હતો. આ સંવાદ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકા, મધ્યએશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા અને પ્રશાંત તેમજ કેરેબીયન ક્ષેત્રની સાથે ભારતની વિકાસ ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ એકમુક્ત ખુલ્લા સમાવેશી અને નિયમઆધારીત સમુદ્ર સ્થાન તરફ ધ્યાન આકર્ષિત કર્યું હતું.

Advertisement

પ્રધાનમંત્રીએ હિન્દ મહાસાગર ક્ષેત્રથી લઇને પ્રશાંત મહાસાગર સુધી દરેક દેશોની સમપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાના સન્માનના મુદ્દાને ઉજાગર કર્યો હતો. તેઓએ બહુપક્ષીય પ્રણાલીમાં સુધારાનો મુદ્દો ઉઠાવીને એશિયાની સાથે સાથે પૂરા આફ્રિકા અને લેટીન અમેરીકાના વૈશ્વીક નિર્ણયની ભાગીદારી સુનિશ્ચીત કરવાની વાત કરી હતી. આ સાથે પ્રધાનમંત્રીએ સરક્યુલર ઇકોનોમીના મહત્વની નોંધ લીધી હતી અને ભાગલેનાર દેશોના નાગરિકોને લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અભિયાનમાં જોડાવા માટે આમંત્રીત કર્યા હતાં. ભાગ લેનાર અતિથી દેશ અઝીંબિયા, આર્જેન્ટીના, કંબોડિયા, મિશ્ર, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન, કઝાકિસ્તાન, મલેશિયા, સેનેગાઇ, થાઇલેન્ડ અને ઇઝબેકિસ્થાન હતાં.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!