34 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લી : મોડાસાના મોટી ચીચણો દુધ મંડળીનો વિવાદ વકર્યો, ભાવ વધારાને લઇને તાળાબંધી..!!! સભાસદોએ કંઇક આવું કહ્યું, સાંભળો


મોડાસા તાલુકાના મોટી ચીચણોની દુધ મંડળીને તાળાબંધી..!!!

Advertisement

ભાવ વધારો નહીં ત્યાં સુધી દુધ નહીં ભરાવવાનો નિર્ણય

Advertisement

પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિનું નિર્માણ..?

Advertisement

ખેડૂતો અને પશુપાલકોને પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી અનેકવાર વિરોધ પ્રદર્શન થતાં હોય છે આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં પણ પશુપાલકો તેમજ દુધ મંડળીના સભાસદોમાં રોષ વ્યાપી જતાં ડેરીને તાળાબંધી કરી દીધી છે. મોડાસા તાલુકાના મોટી ચીચણો ગામે દુધ મંડળીને તાળુ મારી દેવામાં આવતા હવે દુધ કેવી રીતે ભરાવવું તે એક સવાલ છે. ડેરીમાં સભાસદોએ ધરણાં પ્રદર્શન કરીને વિરોધ દર્શાવ્યો છે. મામલો રવિવાર મોડી સાંજે વિવાદ વકર્યો હતો, અને સોમવાર વહેલી સવારે તાળાબંધી કરી દેરીમાં આવતા પશુપાલકોએ પણ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબૂક પેજને લાઈક કરો

Advertisement

મોડાસા તાલુકાના મોટી ચીચણો દુધ ઉત્પાદન મંડળી ખાતે સભાસદોને ભાવ વધારો ન ચુકવવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે, કેટલાક સભાસદોએ મંડળીમાંથી લોન લીધી હતી જે ભરપાઈ કરવામાં નથી આવી, તો બીજી બાજુ જ્યાં સુધી ભાવ વધારે કરવામાં ન કરવામાં આવે ત્યાં સુધી દુધ નહીં ભરવાનો સભાસદોએ નિર્ણય કર્યો છે. આ સમગ્ર મામલે મંડળીના સેક્રેટરી સુપરવાઈઝરે ફોન કરીને બોલાવ્યા છતાં ન આવ્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. રોષે ભરાયેલા સભાસદોએ દુધ મંડળીને તાળુ મારી દીધું છે.

Advertisement

ગ્રામજનોનું કહેવું છે કે, દુધ વધારાના ભાવ વધારાને લઇને અરજી આપવામાં આવી હતી, જોકે સભાસદોનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો, જેને લઇને સભાસદોમાં રોષ વ્યાપી ગયો અને દુધ ભરાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે, સામાન્ય બાબતમાં દુધ બંધ થાય તે વ્યાજબી નથી.

Advertisement

સાંભળો ગ્રામજનોનું શું કહેવું છે..

Advertisement

તો બીજી બાજુ ગ્રામજનોનું કહેવું છે કે, આમ કરવાથી નુકસાન તો સભાસદોને જ છે, આ માટે કોઇ યોગ્ય ઉકેલ લાવવો જોઇએ. સભાસદોની વાત સાંભળવી જોઇએ તે પણ જરૂરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!