33 C
Ahmedabad
Monday, May 6, 2024

Stock Market : શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઉછાળો, સેન્સેક્સ 700 પછી નિફ્ટીમાં 200 પોઈન્ટનો ઉછાળો


ભારતીય સ્થાનિક શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી અસ્થિરતા જોવા મળી રહી હતી ત્યારે બિઝનેસ સપ્તાહના પ્રથમ દિવસ શેર બજારમાં તેજી જોવા મળી છે. આવી સ્થિતિમાં, વૈશ્વિક બજારમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતોને ધ્યાનમાં રાખીને, ઘણા નિષ્ણાતો માને છે કે, બજારમાં તેજી ચાલુ રહેશે.

Advertisement

વૈશ્વિક બજારમાં મજબૂતી વચ્ચે ભારતીય સ્થાનિક શેરબજારમાં સોમવારે સતત ત્રીજા દિવસે તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. આ ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે (27 જૂન) ભારતીય શેરબજારના બંને સૂચકઆંક લીલા નિશાન પર ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટના વધારા સાથે 54,300નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ શરૂઆતના કારોબારમાં 226 પોઈન્ટથી વધુની લીડ પર હતો.

Advertisement

શરૂઆતના કારોબારમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો મુખ્ય સંવેદનશીલ સૂચકઆંક સેન્સેક્સ (BSE સેન્સેક્સ) 740.91 પોઈન્ટ્સ અથવા 1.41 ટકાના વધારા સાથે 53,468.89 પર ખૂલ્યો હતો, અને NSEનો નિફ્ટી 226.95 પોઈન્ટ્સ અથવા 1.415 ટકાના ઉછાળા સાથે ખુલ્યો હતો. બજારમાં શરૂઆતી તેજી સાથે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો અને તેઓએ જોરદાર ખરીદી શરૂ કરી.

Advertisement

આજે બજારની સ્થિતિ

Advertisement

આજે બીએસઈમાં કુલ 1,620 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયું હતું, જેમાંથી 1,219 શેર ખૂલ્યા હતા અને 286 ઘટ્યા હતા. તે જ સમયે, 115 કંપનીઓના શેરના ભાવ વધ્યા કે ઘટ્યા વગર ખુલ્યા હતા. આ સિવાય આજે 29 શેર 52 સપ્તાહની ટોચે અને 11 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે સવારથી 114 શેરમાં અપર સર્કિટ અને 65 શેરમાં લોઅર સર્કિટ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!