31 C
Ahmedabad
Thursday, May 16, 2024

Exclusive : મોટી ચીચણો દુધ મંડળી વિવાદમાં ચોંકાવનારૂ સત્ય સામે આવ્યું, દુધ મંડળીએ પોલિસ બંદોબસ્ત માંગ્યો છતાં પોલિસે આળસ ન ખંખેરી..!!!!


અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોટી ચીચણો ગામે ચાલતા દુધ મંડળીના વિવાદમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં મોટી ચીચણો દુધ મંડળી દ્વારા 28 જુનના રોજ પોલિસ બંદોબસ્ત માંગમાં આવ્યો હતો, પણ ગ્રામ્ય પોલિસે આ બાબતને ગંભીરતા ન લીધી જેને લઇને 28 જુનના રોજ ગ્રામજનોએ સબલપુર ગ્રામ્ય પોલિસ મથકે આવવું પડ્યું હતું. મોડાસા તાલુકાના મોટી ચીચણો ગામે છેલ્લા ચાર દિવસથી દુધ ઉત્પાદક મંડળીનો વિવાદ ચાલી રહ્યો છે, જેમાં ગ્રામજનોએ દુધ મંડળીને તાળા મારી દીધા હતા. બે પક્ષો પોત-પોતાના આક્ષેપો સાથે મક્કમ હતા, જેને લઇને હાલાકીઓ સભાસદોએ ભોગવવા પડી હતી, ત્યારે 28 જુનના રોજ બન્ને પક્ષો મોડી રાત્રે સબલપુર પોલિસ મથકે પહોંચી રોષ વ્યક્ત કરવો પડ્યો હતો.

Advertisement

ચીચણો દુધ મંડળીના ગંભીર આક્ષેપ, પોલિસ બંદોબસ્ત ન આપતા ડેરી ચાલુ થઇ શકી નહીં, અને રોષે ભરાયેલા સભાસદોએ ધરણાં કર્યા…!!
મોટી ચીચણો દુધ ઉત્પાદક મંડળીએ જિલ્લા રજિસ્ટારને પત્ર લખીને પોલિસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. પત્રમાં દુધ ઉત્પાદક મંડળીએ પોલિસ બંદોબસ્ત ન ફાળવ્યો જેથી ગ્રામજનો 28-06-2022 ના રોજ રાત્રે સબલપુર ગ્રામ્ય પોલિસ મથકે પહોંચ્યા હોવાનું જણાવ્યું છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, જિલ્લા રજિસ્ટાર સહકારી મંડળી દ્વારા અરવલ્લી જિલ્લા પોલિસ વડાને પત્ર લખીને પોલિસ બંદોબસ્તની માંગ કરી હતી. તેમણે પત્રમાં લખ્યું છે કે, સેક્રેટરી અને વહીવટ દ્વારા મોડાસા ગ્રામ્ય પોલિસ મથક સબલપુર ખાતે પોલિસ બંદોબસ્તની માંગ કરવા માટે બપોરે 3 વાગ્યાથી ગયા હતા અને સાંજે 6 વાગી ગયા હતા, ત્યાં સુધી તેઓને કોઇ યોગ્ય જવાબ નહોતો મળ્યો. 26-06-2022 ના રોજથી દુધ મંડળી બંધ હોવાથી 28-06-2022 ના રોજ સહકારી મંડળીના કર્મચારીઓ પોલિસ મથકે બેસી રહ્યા હતા, પણ પોલિસ બંદોબસ્ત ન મળતા દુધ મંડળી ચાલુ કરી શક્યા નહોતા અને રાત્રે અંદાજે 9 વાગ્યાના સુમારે ગ્રામજનો મોટી સંખ્યામાં સબલપુર ગ્રામ્ય પોલિસ મથકે આવી પહોંચ્યા હતા અને ધરણાં યોજ્યા હતા.

Advertisement

Advertisement

28 જુનના રોજ જિલ્લા રજિસ્ટાર સહકારી મંડળીએ જિલ્લા પોલિસ વડાને પત્ર લખી પોલિસ બંદોબસ્તની કરી હતી માંગ…
મોડાસા તાલુકાના મોટી ચીચણો ગામે ચાલતા વિવાદને લઇને  ડેરી પુન: ચાલુ થાય તે માટે અરવલ્લી જિલ્લા રજિસ્ટાર મંડળી દ્વારા જિલ્લા પોલિસ વડાને 28-06-2022 ના રોજ પત્ર લખીને પોલિસ બંદોબસ્તની માંગ કરી હતી. પત્રમાં જણાવ્યું હતું કે, મોટી ચીચણો દુધ મંડળીમાં ભાવફેર વહેંચવા બાબતે અસામાજિક તત્વો દ્વારા પોતાની આપખુદ સત્તાથી દુધ મંડળીને 26-06-2022 ના રોજ સાંજથી બંધ કરી દીધી છે અને દુધ એકત્રિત કરવાની કામગીર તેનાથી પ્રભાવિત થઇ છે. દુધ મંડળીને તાળાબંધી કરવાથી સભાસદોમાં રોષ વ્યાપી ગયો હતો અને કાયદો વ્યવસ્થા કથળે નહીં તે માટે 28-06-2022 ના રોજ દુધ મંડળીને સાંજે ફરીથી ચાલુ કરવા માટે પોલિસ બંદોબસ્તની માગં કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

દુધ મંડળી 28 જુનના રોજ શરૂ ન થતાં સભાસદોમાં રોષ જોવા મળ્યો અને સબલપુર ગ્રામ્ય પોલિસ મથકે ધરણાં યોજી રોષ ઠાલવ્યો, જ્યાં PSI એ પિત્તો ગુમાવ્યો હતો
મોટી ચીચણો ગામે દુધ મંડળીને તાળાબંધી થતાં ગ્રામજનોએ સંયમ રાખ્યો હતો અને થયું કે, એકાદ દિવસમાં ફરીથી મંડળી શરૂ થઇ જશે. પણ આવું ન થયું ઉલ્ટાનું મંડળી ચાલુ કરવા માટે પોલિસ બંદોબસ્ત માંગ્યો તેમ છતાં પોલિસ બંદોબસ્ત ન ફાળવવામાં આવતા સભાસદોમાં રોષ જોવા મળ્યો અને 28 જુનના રોજ મોડી રાત્રે સબલપુર ગ્રામ્ય પોલિસ મથકે આવી પહોંચ્યા હતા અને પોલિસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે સબલપુર ગ્રામ્ય પોલિસ મથકના પીએસઆઈએ પિત્તો ગુમાવ્યો હતો અને પત્રકારો પર રોષ વ્યક્ત કર્યો હતો.

Advertisement

Advertisement

શું હતો સમગ્ર મામલો
મોડાસા તાલુકાના મોટી ચીચણો દુધ ઉત્પાદન મંડળી ખાતે સભાસદોને ભાવ વધારો ન ચુકવવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ આક્ષેપો કરવામાં આવ્યો હતો કે, કેટલાક સભાસદોએ મંડળીમાંથી લોન લીધી હતી જે ભરપાઈ કરવામાં નથી આવી, તો બીજી બાજુ જ્યાં સુધી ભાવ વધારે કરવામાં ન કરવામાં આવે ત્યાં સુધી દુધ નહીં ભરવાનો સભાસદોએ નિર્ણય કર્યો છે. આ સમગ્ર મામલે રોષે ભરાયેલા સભાસદોએ દુધ મંડળીને તાળુ મારી દીધું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!