36 C
Ahmedabad
Wednesday, May 1, 2024

મોડાસા સરકારી પ્રાથમિક શાળાના ઇલેક્ટ્રીક મીટરમાં આગ, મોટી દુર્ઘટના ટળી


અરવલ્લી જિલ્લામાં સતત આગની ઘટનાઓ બનતી હોય છે ત્યારે મોડાસાની સરકારી સ્કૂલમાં મોડી રાત્રે આગની ઘટના ઘટી હતી. આગ લાગવાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા ઇલેક્ટ્રીક મીટરમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ વીજ તંત્રને જાણ કરતા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.

Advertisement

મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તા પર આવેલી પ્રાથમિક શાળા નંબર 1 માં મોડી રાત્રે 9.45 કલાકના અરસામાં આગ લાગી હોવાની જાણ થઇ હતી. સ્થાનિક વ્યક્તિને કંઇક સળગતું હોવાનું માલૂમ થતાં તપાસ કરી અને આગ લાગી હોવાનું માલૂમ થતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ કરતા ઇલેક્ટ્રીક મીટરમાં આગ લાગી હોવાનું જાણ થયું. સ્કૂલની જાળીને લોક હોવાથી તાત્કાલિક સ્કૂલના આચાર્યને જાણ કરતા શિક્ષકો સહિતના સ્ટાફ દોડી આવ્યો હતો. ઇલેક્ટ્રીક મીટરમાં આગ લાગી હોવાથી પાણીનો મારો ચલાવવો જોખમી હતી, જેથી જીઈબીની ટીમને જાણ કરવામાં આવતા જીઇબીના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્કૂલની વીજ લાઈન કાપી નાખીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની વિગતો મળી હતી. રાત્રીના સમયે આગ લાગી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાઓ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!