38 C
Ahmedabad
Thursday, May 16, 2024

અરવલ્લી : ધનસુરાના આકરૂંદ ગામે અત્યાધુનિક લાયબ્રેરીની મુલાકાત લેતા શ્રમ-રોજગાર મંત્રી


અરવલ્લીના આકૃંદ ગામની મુલાકાતે શ્રમ,રોજગાર અને કૌશલ્ય વિકાસ મંત્રી બ્રિજેશભાઈ મેરજા

Advertisement

એક પુસ્તક દરેક વ્યક્તિનું જીવન બદલી શકે છે: મંત્રીબ્રિજેશભાઈ મેરજા

Advertisement

DMF હેઠળ કલેકટર એ સરકારી લાઇબ્રેરી માટે કરી રૂ.25 લાખની જાહેરાત

Advertisement

અરવલ્લીના આક્રુંદ ગામની રાજ્યકક્ષાના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મુલાકાત લીધી હતી. ગામની પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત અને લાઇબ્રેરી સમિક્ષા પણ મંત્રીએ કરી.

Advertisement

લાઇબ્રેરી મુલાકાત દરમિયાન લોકોને સંબોધિત કરતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા એ જણાવ્યું કે આજે દેવેન્દ્ર ભાઈએ ખુબ સુંદર કાર્ય કર્યું છે અને એક વિદ્યાર્થી માટે લાઈબ્રેરીનું મહત્વ કેટલું હોય છે તે દરેક વિદ્યાર્થી અને શિક્ષક જાણે છે. મારાં બાળપણમાં ભણવા માટે અપડાઉન કરવું પડતું હતુ અને ટ્રેનમાં મુસાફરી કરતા ત્યારે વાંચવાનો મોકો મળતો અને એ મજા અલગ હતી. બાલ્યઅવસ્થાથી કિશોરવસ્થા સુધી પુસ્તકો તેમના જીવનમાં કેટલા મહત્વના છે તે પણ મંત્રીએ જણાવ્યું. પુસ્તક દરેકનું જીવન બદલી શકે છે. પુસ્તકો આપણા સાચા મિત્રો છે. મંત્રીએ કહ્યું કે આકરૂન્દ ગામની લાઇબ્રેરી એક મંદિર છે અને કોઈપણ વિદ્યાર્થી કોઈપણ ગામનો વતની હોય તેના માટે આ લાયબ્રેરી ખુલ્લી છે અને આ લાયબ્રેરીનો પૂરો લાભ લઇ શકે છે. આ ગામના લોકો અને શાળાના આચાર્યને ખુબ શુભકામના અને આ લાઇબ્રેરી બનાવવાનો ઉમદા વિચાર કરનાર દેવેન્દ્રભાઈ પટેલનો ખુબ આભાર . આજના વિધાર્થીઓ અને નવી પીઢીને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, પત્રકારત્વ, પોલીસ, પોલિટિક્સ માં કારકિર્દી બનાવે તેવી જરૂરિયાત છે.આ લાયબ્રેરીના પાયામાં રહેલા દરેક વ્યક્તિને આભાર માન્યો હતો.વડાપ્રધાનની ‘વાંચે ગુજરાત’ ની મુહિમને આગળ ધપાવવામા આ ગામ અને લાયબ્રેરીનો મોટો ફાળો રહેશે.

Advertisement

ગામમાં લાઇબ્રેરી બનાવવાનો ઉમદા વિચાર કરનાર સાહિત્યકાર દેવેન્દ્ર પટેલે પણ આ કામમાં મોટો ફાળો આપનાર સંદેશ ગ્રૂપનો આભાર માન્યો. તેમને બાળકોને પ્રોત્સાહીત કરતાં જણાવ્યું કે પુસ્તક 100 સારા મિત્રો બરાબર છે. એ જિંદગીના દરેક પગથિયે માણસનો સાથ આપે છે.

Advertisement

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તિવેતિયા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાટ, જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઇ, જાણીતા સાહિત્યકાર દેવેન્દ્રભાઈ પટેલ, જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપરાંત ગામના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!