33 C
Ahmedabad
Sunday, May 5, 2024

હાઈ સ્પીડ બાઈક ચોરી કરી લટાર મારવા નીકળેલ બાઈક ચોરને ઈસરી પોલીસે દબોચ્યો : 24 કલાકમાં બાઈક ચોરી ગુન્હાનો ભેદ ઉકેલ્યો


અરવલ્લી SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની શખ્ત કાર્યવાહી,ચોરી લૂંટના વણઉકેલ્યા ગુન્હાનો ઝડપથી ભેદ ઉકેલાઈ રહ્યો છે ઇસરીમાં ભાડે રહેતા એક યુવકની ઘર આગળ પાર્ક કરેલી પલ્સર બાઈક ચોરી થતા પોલીસે ગણતરીના કલાકોમાં બાઈક ચોર યુવકને નવા ગામ-કંટાળું રોડ પરથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ઇસરી PSI દેસાઈ અને તેમની ટીમે ત્વરીત બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખતા લોકોએ સરાહના કરી હતી.

Advertisement

ઇસરીમાં રહેતા જોસેફકુમાર આનંદભાઈ ડેંડુણની ઘર આગળ પાર્ક કરેલી પલ્સર-220 બાઈક ચોરી થતા આજુબાજુ શોધખોળ હાથધરી હતી બાઈકનો કોઈ અત્તોપતો ના લાગતા ઇસરી પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

હાઈસ્પીડ બાઈક ચોરીની ઘટનાના પગલે ઇસરી પીએસઆઈ દેસાઈ તેમની ટીમે બાતમીદારો અને સર્વલન્સના આધારે તપાસ હાથધરી હતી ત્યારે ચોરેલી બાઈક સાથે બાઈક ચોર નવાગામ થી કંટાળું રોડ તરફ જવાનો હોવાની બાતમી મળતા પોલીસે સમગ્ર રોડ પર પોલીસની વોચ ગોઠવી દીધી હતી બાઈક ચોર નવીન સુહીલભાઈ ભગોરા (રહે,મોટા કંથારીયા-ભિલોડા) હાઈ સ્પીડ બાઈક સાથે પસાર થતા તેને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ પોલીસે 80 હજારની બાઈકના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી બાઈક ચોર યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!