31 C
Ahmedabad
Tuesday, May 7, 2024

Maharashtra : હવે એક’નાથ’ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ફડણવીસ ડેપ્યુટી સીએમ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા


મુંબઈ : એકનાથ શિંદેએ ગુરુવારે મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન પછી મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા. સાંજે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં તેમણે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ પણ લીધા હતા.

Advertisement

ફડણવીસ તુમ આગે બઢોના લાગ્યા નારા
ફડણવીસ સ્ટેજ પર આવતાની સાથે જ કાર્યકરોએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા…ફડણવીસ તુમ આગે બઢો…હુમ તુમ્હારે સાથ હૈ… આ પછી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કાર્યકર્તાઓને મૌન કરાવ્યા બાદ ફડણવીસને શપથ લેવડાવ્યા હતા.

Advertisement

પહેલા ફડણવીસને સરકારમાં કોઈ પદ જોઈતું ન હતું, પરંતુ જ્યારે કેન્દ્રીય નેતૃત્વએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનવા કહ્યું ત્યારે તેઓ સંમત થયા. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું કે, “BJPના કેન્દ્રીય નેતૃત્વએ નિર્ણય લીધો છે કે દેવેન્દ્ર ફડણવીસ સરકારનો ભાગ બને. તેથી તેમને વ્યક્તિગત વિનંતી કરી અને કેન્દ્રીય નેતૃત્વએ કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે કાર્યભાર સંભાળે.

Advertisement

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા 
પીએમ મોદીએ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું, “એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. તેઓ પોતાની સાથે સમૃદ્ધ રાજકીય, કાયદાકીય અને વહીવટી અનુભવ ધરાવે છે. મને ખાતરી છે કે તેઓ મહારાષ્ટ્રને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે કામ કરશે.

Advertisement

Advertisement

પીએમ મોદીએ કહ્યું, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા બદલ દેવ ફડણવીસને અભિનંદન. તેઓ ભાજપના દરેક કાર્યકર્તા માટે પ્રેરણારૂપ છે. તેમનો અનુભવ અને નિપુણતા સરકાર માટે સંપત્તિ બની રહેશે. મને ખાતરી છે કે તે મહારાષ્ટ્રના વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!