43 C
Ahmedabad
Sunday, May 19, 2024

વીડિયો વિવાદ : અરવલ્લી પોલિસ પિત્તો કેમ ગુમાવી દે છે ? મેઘરજ પોલિસ કર્મીએ રિક્ષા ચાલકને તમાચો ઝીંકી દીધો…!!!


સરકારે જાહેર સેવક કહી નોકરી આપી, પ્રજાએ માન-સન્માનથી અધિકારી કહ્યા, પણ આ તો ધમકીઓ આપતા થયા..!!

Advertisement

અરવલ્લી પોલિસનો વીડિયો ઉતારનારાઓ સામે 36 નો આંક….!!

Advertisement

મોડાસા ગ્રામ્ય PSI ચેતનસિંહ બાદ મેઘરજના પોલિસ કોન્સ્ટેબલે પિત્તો ગુમાવ્યો…!!

Advertisement

મોડાસા ગ્રામ્ય ફોજદાર ચેતનસિંહ રાઠોડે પત્રકારોને ધમકી આપી તો હેડ કોન્સ્ટેબલ એક ડગલું આગળ વધ્યા….!!

Advertisement

જિલ્લા પોલિસ વડાએ PSI ચેતનસિંહ રાઠોડ સામે કાર્યવાહી નથી કરી ત્યાં તો બીજો વિવાદ સામે આવ્યો

Advertisement

શિષ્ઠાચારના પાઠ હવે કોને જરૂર તે એક સવાલ… પોલિસ કે પ્રજા..?

Advertisement

અરવલ્લી જિલ્લા પોલિસ તંત્રની કામગીરી હવે સવાલોના કુંડાળામાં આવી રહી છે, જે બહાર આવવાને બદલે હવે સવાલોનું કુંડાળું મોટુંને મોટુ બનતું જાય છે જે કદાચ બહાર આવી શકે એમ લાગતું નથી. છેલ્લા કેટલાક સમયથી મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના PSI ચેતનસિંહ રાઠોડ ચર્ચાઓમાં આવ્યા છે હજુ તેમની સામે કોઇ કાર્યવાહી કરી નથી ત્યાં તો બીજો પોલિસ કર્મચારીનો વિવાદ સામે આવ્યો છે. મોડાસા ગ્રામ્ય પીએસઆઈ પર હજુ જિલ્લા પોલિસ તંત્રના ચાર હાથ હોવાથી તેઓ લોકો સાથે અસભ્ય વર્તન કરવાનું બંધ નહીં કરે તે વાત ચોક્કસ છે. પણ હવે વધુ એક પોલિસ કર્મચારી પર તમાચો મારી દેવાનો આક્ષેપ થયો છે.

Advertisement

અરવલ્લી જિલ્લામાં પ્રજા પર પોલિસ હાવિ કે શું..?

Advertisement

મેઘરજના તાલુકાના વાઘોર ગામે રહેતા ડાહ્યાભાઈ અમૃતભાઈ ડામોરે મેઘરજ પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા અર્જુનસિંહ કકલદાન – બકલ નંબર 10 સામે જિલ્લા પોલિસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે કે, આ પોલિસ કર્મચારીએ વીડિયો ઉતારવા બાબતે તેમને તમાચો ઝીદી ધીધો. ફરિયાદીએ જિલ્લા પોલિસ વડાને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, 30-06-2022ના રોજ રામગઢીથી મેઘરજ મુકામે આવ્યા હતા ત્યારે સવારના 11.00 વાગ્યાન અરસામાં મેઘરજ પોલિસ મથકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે રિક્ષા નંબર GJ 31 X 1579 ડિટેઇન કરી મેમો આપી દીધો. રિક્ષાની આર.સી.બૂક ખોવાઈ ગયેલ હોવાથી ચાલક 1-7-2022 ના રોજ આર.સી.બૂક ગુમ થયા અંગે એફિડેવિટ કરાવી અરજી સાથે મેઘરજ પોલિસ મથકે પહોંચ્યો હતો જ્યાં જમાદારે રિક્ષા ચાલકને ગાલ પર તમાચો મારી દીધો હતો. જમાદારે કહ્યું હતું કે, તુ મારો વીડિયો કેમ ઉતારતો હતો તેમ કહીને ગાલ પર તમાચો મારી દીધો હતો અને અપશબ્દો અને બિભત્સ ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે. ડરનો માર્યો રિક્ષા ચાલક ત્યાંથી ચાલ્યો ગયો અને લાગી આવતા આ બાબતે જિલ્લા પોલિસ વડાને લેખિતમાં રજૂઆત કરી હેડ કોન્સ્ટેબલ સામે પગલા ભારવાની માંગ કરી છે.

Advertisement

સાંભળો રિક્ષા ચાલકની વેદના… સાહેબ… 

Advertisement

અરવલ્લી જિલ્લામાં હવે પોલિસ અધિકારીઓ વકીલોને નથી ગાંઠતી, પત્રકારોને વીડિયો કેમ ઉતારો છે તેમ કહીને મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના પીએસઆઈ ચેતનસિંહ રાઠોડ ધમકી આપે છે અને હવે સામાન્ય માણસને તમાચો મારી દે છે હવે તો હદ થઇ. આવા પોલિસ અધિકારીઓ પ્રજાના પૈસે પગાર લે છે, સરકારે તેમને જાહેર સેવક કહ્યા છે પણ લોકોએ તેમને માનથી અધિકારીનો દરજ્જો આપ્યો છે પણ આવા અધિકારી પ્રજાના માથે બેસીને તાગડધિન્ના કરતા થઇ ગયા હોય તેવું લાગે છે. આવા પોલિસ અધિકારીઓ અને પોલિસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી તો થવી જ જોઇએ સાથે જ તેઓને શિષ્ટાચારના પાઠ પણ હવે ભણાવવા જોઇએ તેવું લાગી રહ્યું છે.

Advertisement

મોડાસા ગ્રામ્ય PSI ચેતનસિંહ રાઠોડે પત્રકારોને આપેલી ધમકી.. સાંભળો શું કહ્યું હતું..

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!