34 C
Ahmedabad
Tuesday, May 21, 2024

વકીલ વિવાદ : મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના ‘ફોજદાર’ સી.એફ.રાઠોડ પર વકીલોને સહેજ પણ ભરોસો નથી, અન્ય એજન્સીને તપાસ સોંપવાની માંગ


મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનની હદમાં ક્રાઈવ રેશિયો સતત વધી રહ્યો હોય તેવું લાગે છે. પત્રકારોને સ્થાનિક ગ્રામ્ય પોલિસ સ્ટેશનના ફોજદાર ચેતનસિંહ રાઠોડ ધમકી આપે છે આવા ફોજદારો પ્રજાની શુ રક્ષા કરશે તે સવાલ છે આ વચ્ચે વકીલ પર થયેલા જીવલેણ હુમલાને લઇને વકીલ આલમમાં રોષ છે.આ વચ્ચે અરવલ્લી જિલ્લા બાર એસોસિએશને ઠરાવ કરીને મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના જાહેર ફોજદાર પર ભરોસો નથી માટે તપાસ અન્ય એજન્સીને સોંપવાની માંગ ઉગ્ર કરી છે. આ માટે બાર એસોસિએશને બેઠક યોજી આ નિર્ણય કર્યો છે.

Advertisement

પત્રકારોને દમદાટી આપનાર મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના ફોજદાર…

અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનનો ઠરાવ
મોડાસાના મોતીપુરા નજીક વકીલ પર 29-06-2022 ના રોજ થયેલા જીવલેણ હુમલાની અરવલ્લી બાર એસોસિએશને નિંદા કરી છે. સમગ્ર ઘટનાને લઇને આ કેસની તપાસ અન્ય એજન્સી મારફતે થાય તેવી માંગ ઉગ્ર કરી છે. આ માટે જિલ્લા બાર એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના ફોજદાર તપાસ ન કરે તેવું વકીલ આલમ ઇચ્છે છે અને આ તપાસ એલ.સી.બી., એસ.ઓ.જી. અથવા તો એસ.આઈ.ટી. મારફતે થાય તેવી માંગ પ્રબળ બનાવી છે. આ અંગે અરવલ્લી જિલ્લા બાર એસોસિએશને ઠરાવ પણ કર્યો છે.

Advertisement

વકીલોને દમદાટી આપનાર મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના  ફોજદાર સી.એફ.રાઠોડ પર ભરોસો નઇ કે…!!!!

Advertisement

એક માસમાં તપાસ પૂર્ણ કરી સ્પેશલ કોર્ટમાં કેસ કાર્યવાહીની માંગ
અરવલ્લી જિલ્લા બાર એસોસિએશને એ પણ ઠરાવ કર્યો છે કે, વકીલ જે.જી.પ્રજાપતિ પર થયેલા હિંસક હુમલા બાબાતે કેસની તપાસ અન્ય એજન્સી મારફતે કરવી જોઇએ અને એક માસમાં તપાસ પૂર્ણ કરવા સ્પેશલ કોર્ટ મારફતે કાર્યવાહી કરાવવા અને ફરિયાદી પક્ષને સ્પેશલ વકીલ મળી રહે તે બાબતનો પણ ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Advertisement

ગ્રામ્ય પોલિસ સ્ટેશન વિસ્તારની હદમાં ગુનાઓનું પ્રમાણ વધ્યું, પણ ફોજદાર શું કરે છે તે સવાલ…

Advertisement

ભોગ બનનાર વકીલના પરિવારજનોને પોલિસ પ્રોટેક્શન
વકીલ જે.જી. પ્રજાપતિ પર થયેલા હિંસક હુમલાને લઇને તેમના પરિવારજનોને પોલિસ પ્રોટેક્શન આપવામાં આવે. વકીલ પર એકસાથે 6 શખ્સોએ હિંસક હુમલો કરીને ગ્રામ્ય પોલિસની કામગીરી પર તમાચો મારી દેનાર અસામાજિક તત્વો સામે રક્ષણ મળે તે માટે પોલિસ પ્રોટેક્શનની માંગ કરાઈ છે.

Advertisement

Advertisement

એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની માંગ
અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનની બેઠકમાં એ પણ ઠરાવ કરાયો છે કે, ભવિષ્યમાં વકીલ આલમ પર કોઇપણ ઇસમ જઘન્ય કૃત્ય ન કરે તે બાબતે કાયદો પસાર કરવામાં આવે. જિલ્લા બાર એસોસિએશના પહેલથી શરૂઆત કરી ગુજરાત રાજ્ય સરકાર સત્વરે ધી એડવોકેટ એક્ટ, સખત સજા અને વળતર સહિતની જોગવાઈએ સાથે કાયદો બનાવી અમલમાં મુકે તે બાબતે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

Advertisement

મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના ફોજદાર આવ્યા પછી ગુનાઓનું પ્રમાણ વધી ગયું હોય તેવું લાગે છે. ગુનાઓને ડામવા કરતા રોફ જમાવવામાં વધુ રસ હોય તેવી ઘટનાઓ સામે આવી, જેમાં વકીલોને દમદાટી આપવી, પત્રકારોને ધમકાવવા. સરકારે ખાખી આપી દીધી એટલે ફોજદાર એમ સમજી ગયા છે કે તેઓ સર્વસ્વ છે, પણ આવું સમજવું તે દિવાસ્વપ્ન છે, આપણે એ પણ ન ભૂલવું જોઇએ કે, આપણે લોકશાહી દેશમાં છીએ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!