32 C
Ahmedabad
Tuesday, April 30, 2024

અરવલ્લીમાં મેઘ મહેર : મોડાસા અને ધનસુરામાં 1-1 ઇંચ વરસાદથી પાણી ભરાયા, વરસતા વરસાદે પોલિસ ખડેપગે


અરવલ્લી જિલ્લામાં અષાઢ મહિનાની બીજ થી વરસાદ ફરીથી શરૂ થયો છે ત્યારે ત્રીજના દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના મોડાસા અને ધનસુરા પંથકમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો હતો જેને લઇને ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઇ હતી.

Advertisement

Advertisement

મોડાસા ચાર રસ્તા ટાઉન ખાતે પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેને લઇને રાહદારીઓએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો, તો ટાઉન ખાતે આયોજિત કરવામાં આવેલા સેવાસેતુ કાર્યક્રમમાં આવેલા અરજદારોએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. ટાઉનહોલ જવાના રસ્તા પર પાણી ભરાઈ જવાથી ઘૂંટણસમા પાણીમાંથી અરજદારો પસાર થવા મજબૂર બન્યા હતા.

Advertisement

ધોધમાર વરસાદ વરસતા ચાર રસ્તા પર પાણી ભરાયા, ટ્રાફિક પોલિસ ખડેપગે

Advertisement

Advertisement

મોડાસાના મુખ્ચ ચાર રસ્તા સર્કલ પર પાણી ભરાયું હતું જેને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ચાર રસ્તા પોલિસ ચોકીના જવાનો વરસતા વરસાદે પોતાની ડ્યુટી નિભાવતા જોવા મળ્યા હતા. વરસતા વરસાદે ટ્રાફિક હળવો કરવામાં લાગ્યા હતા. એકબાજુ પાણી ભરાઈ ગયું હતું જેથી વાહનોની લાંબી કતારો લાગી હતી, પાણી ભરાઈ જવાને કારણે રાહદારીઓની અવર-જવર હોવાથી વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા, ત્યારે ચાલુ વરસાદે પોલિસની ટીમ તાત્કાલિક ટ્રાફિક હળવો કરવાની કામગીરીમાં જોતરાઈ ગઇ હતી.

Advertisement

Advertisement

તો બીજી બાજુ ધનસુરા પંથકમાં પણ 25 એમ.એમ. વરસાદ વરસ્યો હતો, જેને લઇને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું,

Advertisement

જિલ્લાના ભિલોડા પંથકમાં ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા હતા, ત્યારે હાથમતી નદીમાં નવા નીરની આવક નોંધાઈ હતી. ઉપરવાસમાં પણ ભારે વરસાદથી હાથમતી નદી નવા નીર આવી રહ્યા છે, જેથી આસપાસના કુવાઓ અને બોર રીચાર્જ થયા છે, જેથી ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!