31 C
Ahmedabad
Wednesday, May 8, 2024

“અમે વિપક્ષ માટે નહીં, સરકાર બનાવવાન આવ્યા છીએ” : ગુજરાતમાં કેજરીવાલનું રણશિંગું


ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ અત્યારથી જ પ્રચાર-પ્રસાર તેજ કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતની મુલાકાત પહોંચેલા અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓના શપથગ્રહણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે કાર્યકરોને સંબોધિત કરતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીતનો દાવો કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે, અમે વિપક્ષ માટે નહીં પરંતુ સરકાર બનાવવા આવ્યા છીએ.

Advertisement

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે પાર્ટીના સંગઠનના પદાધિકારીઓને શપથ લેવડાવ્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે, ગુજરાતમાં આવનારા એક મહિનામાં બુથ લેવલ સુધીનું સંગઠન તૈયાર થશે. ગુજરાતમાં વિપક્ષ માટે નહી સરકાર બનાવવાનો કેજરીવાલે હુંકાર કર્યો છે.

Advertisement

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, આપણે વિપક્ષમાં બેસવાનું નથી પરંતુ સરકાર બનાવવાની છે. ભાજપે ડેલીગેશન મોકલ્યું, પોલ ખોલવા માટે બે દિવસ ત્યાં ફર્યા પરંતુ કોઈ સ્કૂલ કે હોસ્પિટલમાં કંઈ ન મળ્યું. દિલ્હીમાં પોલ ખોલવા આવેલું ભાજપનું ડેલિગેશન નિષ્ફળ. ખામી ન જણાતા ભાજપનું ડેલિગેશન પત્રકાર પરિષદ ન કરી શક્યું. 4 વાગ્યાની પ્રેસ રાખી અને બાદમાં કેન્સલ કરવી પડી. ગુજરાત આવી પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત કરી પણ અહીંપણ પત્રકાર પરિષદ ન કરી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!