29 C
Ahmedabad
Tuesday, May 7, 2024

કામ એવુ માન અને માન એવું સન્માન : અરવલ્લી જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર એમ.કે.વસાવાને પુષ્પવર્ષા સાથે વિદાય


અધિકારીઓની નિવૃત્તિ પર જવલ્લે જોવા મળતી અદભૂત તસ્વીર

Advertisement

અરવલ્લી જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર પર પુષ્પવર્ષા કરી વિદાય

Advertisement

એમ.કે.વસાવા 4 વર્ષ 8 મહિના અને 6 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરી નિવૃત્ત થયા

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લામાં અધિકારીઓ હંમેશા કંઇકને કંઇક ચર્ચાઓમાં રહેતા હોય છે પણ એવા કેટલાય અધિકારી અને કર્મચારીઓ છે કે, જેઓ બિલકુલ શાંત રહીને પણ પોતાની કામગીરી સારી રીતે નિભાવતા હોય છે, પણ આવા અધિકારીઓ કે કર્મચારીઓ જ્યારે નિવૃત્ત થાય ત્યારે સ્ટાફના કોઇપણ કર્મચારી સહજ રીતે ભાવૂક થાય.

Advertisement

અરવલ્લી જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર પર પુષ્પવર્ષા

Advertisement

અરવલ્લી જિલ્લા પંચાયત R&B ના કાર્યપાલક ઇજનેર એમ.કે.વસાવા પોતાનો 4 વર્ષ 8 મહિના અને 6 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરીને વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા છે. નિવૃત્ત થતાં તેઓને વિદાય આપવામાં આવી હતી. પંચાયત આર.એન્ડ બી. વિભાગના તમામ કર્મચારીઓએ તેમના પર પુષ્પવર્ષા કરીને વિદાય આપી હતી. હંમેશા કોઇપણ કામગીરી સારી રીતે નિભાવી લોકોની સમસ્યાઓ જેમ બને તેમ ઝડપી નિરાકરણ લાવવાનો પ્રયાસ કરતા અને સરકાર સુધી તેમની રજૂઆત પહોંચાડતા હતા. લોકોના પ્રશ્નોની વાચ આપવી તેના કરતા મહત્વની વાત એ છે કે, લોકો સુધી કેવી રીતે પહોંચવું અને તેમની સાથે કેવી રીતે વાત કરવી તે ખૂબ જ જરૂરી હોય છે અને આ એક સારી બાબત જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર એમ.કે.વસાવા સારી રીતે નિભાવતા હતા.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લામાં જવલ્લે જ અધિકારીઓને કર્મચારીઓ તરફથી આવું સન્માન મળે છે, જેમાં પહેલા ખેતીવાડી વિભાગના અધિકારી જે.આર.પટેલ અને હવે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર એમ.કે.વસાવા આ નામના મેળવી અને વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેઓ પર કર્મચારીઓએ પુષ્પવર્ષા કરી હતી. વર્ષો સુધી સરકારી કર્મચારી કે અધિકારી તરીકે ફરજ બજાવી જ્યારે કામગીરીથી નિવૃત્ત થઇ છીએ ત્યારે જે કર્મચારીઓ સાથે કામ કરીએ છીએ તેઓ સાથે લગાવ વધી જતો હોય છે. અને આ યાદગાર પળો જિલ્લા પંચાતના કાર્યપાલક ઇજનેર એમ.કે.વસાવા તેમની સાથે લઇ ગયા, જે કર્મચારીઓ સાથે વિતાવેલી ક્ષણ હંમેશા યાદ રાખશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!