29 C
Ahmedabad
Monday, April 29, 2024

મોડાસાના સાકરિયા નજીક સુરતના પરિવારને નડ્યો અકસ્માત, વાંસ ભરેલી ટ્રક પાછળ કાર ઘૂસી, 5 લોકો ઇજાગ્રસ્ત


અરવલ્લી જિલ્લામાં હાલ અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે ટ્રાફિક પોલિસ અને આર.ટી.ઓ. વિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. માર્ગ સલામતી સપ્તાહ સહિતના તાયફાઓનું અકસ્માતની ઘટનાઓથી આવી કામગીરી છતી થતી હોય તેવું સ્પષ્ટ લાગે છે. છેલ્લા કેટલાક સમયથી શામળાજી-મોડાસા-ગોધરા હાઈવે પર અકસ્માતની કેટલીય ઘટનાઓ ઘટી, જેમાં ઘણાં લોકો ઇજાગ્રસ્ત થયા પણ અરવલ્લી જિલ્લા ટ્રાફિક અને હાઈવે પોલિસ તેમજ આર.ટી.વિભાગની માર્ગ સલામતી કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter and Koo પર ફોલો કરો

મોડાસાના સાકરિયા નજીક ઘમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સાકરિયા નજીકથી પસાર થતીં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. વાંસ ભરેલી ટ્રક પાછળ અચાનક કાર ઘૂસી ગઇ હતી, ત્યારે કારમાં સવાર 5 લોકોને ઇજાઓ પહોંચી છે. 5 જુલાઈના રોજ સવારના અરસામાં અકસ્માતની ઘટના ઘટી હતી. ઇજાગ્રસ્ત થયેલ પરિવાર સુરતથી રાજસ્થાનના કુંભલગઢ ખાતે જઇ રહ્યો હતો, તે સમય દરમિયાન મોડાસાના સાકરિયા નજીક આ ઘમખ્વાર અકસ્માત કાર ચાલકને નડ્યો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી અને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં માટે લઇ જવાયા હતા.

Advertisement

મોડાસાના સાકરિયા નજીક અકસ્માત, 5 લોકો ઇજાગ્રસ્ત, જુઓ વીડિયો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!