31 C
Ahmedabad
Tuesday, May 7, 2024

BSF ને મોટી સફળતા : કચ્છના હરામી નાળામાં ઘૂસણખોરી કરતા 4 પાકિસ્તાની માછીમારોને ઝડપ્યા, 10 બોટ સીઝ


દેશના સૌથી મોટા દરિયાકિનારાની રક્ષા કરતા વિવિધ એજન્સીઓ સામે કેટલાય પડકાર હોય છે, આવા પડકારો વચ્ચે પાકિસ્તાની ઘૂસણકોરીને ડામવા માટે સેના હંમેશા સજ્જ હોય છે ત્યારે કચ્છના હરામી નાળામાં બોર્ડર સિક્યોરિટી ફોર્સને મોટી સફળતા મળી છે. ભારતમાં ઘૂસણખોરી કરતા 4 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે જ્યારે પાકિસ્તાની 10 બોટ સીઝ કરી છે.

Advertisement

Advertisement

7 જુલાઈ, 2022 ના રોજ વહેલી સવારે BSF ભૂજની સ્પેશિયલ એમ્બ્યુશ પાર્ટીને હરામી નાળામાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી, આ સમય દરમિયાન કચ્છ જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદ નજીક હરામી નાળાની પાણીની ચેનલ મારફતે ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવતો હતો, ત્યારે બીએસએફની ટીમે આ શખ્સોને ઝડપી પાડ્યા હતા. BSF ની ટીમએ 4 પાકિસ્તાની માછીમારો સાથે 10 બોટ સીઝ કરી છે. BSF ભૂજની સ્પશિયલ એમ્બ્યુશ પાર્ટીએ BP નંબર 1165 અને 1166 વચ્ચે હિલચાલ નિહાળતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ વિસ્તરોમાં સર્ચ ચાલુ છે. બીએસએફની ટીમ દ્વારા ફિશિંગ બોટની તપાસ કરતા તેમાંથી શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી નથી.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!