35 C
Ahmedabad
Thursday, May 16, 2024

નેક્સોનથી લઈને સફારી સુધી, ટાટા મોટર્સે કારની કિંમતોમાં કર્યો આટલો વધારો


ટાટા મોટર્સની કાર હવે મોંઘી પડશે. કંપનીએ તેની તમામ કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપની તમામ વેરિઅન્ટ અને મોડલના આધારે કારની કિંમતમાં 0.55 ટકાનો વધારો કરવા જઈ રહી છે. નવી કિંમતો લાગુ પણ કરી દેવાઈ છે. ટાટાએ Nexon, Punch, Safari, Harrier, Tiago, Altroz અને Tigorની કિંમતોમાં વધારો કર્યો છે.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

કંપનીનું કહેવું છે કે કાર બનાવવાની કિંમતમાં વધારો થવાને કારણે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં આ બીજી વખત છે જ્યારે ટાટા મોટર્સે પોતાની કારની કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીએ એપ્રિલ 2022માં તેના પેસેન્જર વાહનોના ભાવમાં સરેરાશ 1.1 ટકાનો વધારો કર્યો હતો.

Advertisement

એ જ રીતે, જાન્યુઆરી 2022 માં, કંપનીએ તેના પેસેન્જર વાહનની કિંમતોમાં 0.9 ટકાનો વધારો કર્યો હતો. હવે  વધેલી કિંમત બાદ ટાટાની નેક્સોન, પંચ, સફારી અને ટિયાગો જેવી કાર મોંઘી થઈ જશે. હવે તમારે તેમને ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે.

Advertisement

આ દિવસોમાં ટાટા મોટર્સના વાહનો માર્કેટમાં જોરદાર ધૂમ મચાવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2022-23 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીના કારના વેચાણમાં જબરદસ્ત વધારો થયો છે. કંપનીના વૈશ્વિક જથ્થાબંધ વેચાણમાં 48 ટકાનો વધારો થયો છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન કુલ 3 લાખ 16 હજાર 443 કારનું સેલિંગ કર્યું છે. જેમાં ‘જગુઆર લેન્ડ રોવર’ ના વેચાણના આંકડા સામેલ છે.

Advertisement

ટાટા મોટર્સે એક નિવેદનમાં જણાવ્યું કે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીના તમામ પેસેન્જર વાહનોનું વૈશ્વિક વેચાણ વધીને 2 લાખ 12 હજાર 914 યુનિટ થયું છે. એક વર્ષ અગાઉ નાણાકીય વર્ષ 2021-22ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 1 લાખ 61 હજાર 780 યુનિટ્સનું વેચાણ થયું હતું.

Advertisement

ગયા મહિને ટાટા મોટર્સ સૌથી વધુ પસંદગીની કાર બ્રાન્ડના સંદર્ભમાં બીજા ક્રમે આવી હતી. જૂન 2022માં ટાટાની કારના વેચાણમાં જૂન 2021ની સરખામણીમાં 87 ટકાનો વધારો નોંધાયો હતો. ટાટાએ ગયા મહિને 45,197 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષે જૂન 2021માં 24,110 યુનિટ્સનું વેચાણ થયું હતું. કંપનીના Nexonને સૌથી વધુ કસ્ટમર મળ્યા અને 14 હજાર 614 કારના યુનિટ સેલ થયા છે.

Advertisement

ભારતીય બજારમાં ટાટા મોટર્સે હેચબેક, એસયુવી અને સેડાન જેવા વિવિધ સેગમેન્ટને આવરી લેતા ઘણા નવા મોડલ્સ લોન્ચ કર્યા છે. કંપની પોતાની સૌથી પોપ્યુલર SUV મોડલ Safariને નવા અવતારમાં બજારમાં લાવી છે. કંપનીએ ગયા મહિને એન્ટ્રી-લેવલ એસયુવી પંચના 10,414 યુનિટ્સ અને સફારીના 1,869 યુનિટ્સ પણ વેચ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!