36 C
Ahmedabad
Saturday, May 11, 2024

આંખોમાં થતી આ તકલીફોને ભૂલથી પણ ના કરો ઇગ્નોર, નહિં તો….


આજના આ સમયમાં અનેક લોકોને આંખોની તકલીફ થતી હોય છે. દેખવામાં પડતી મુશ્કેલી, આંખોમાં બળતરા થવી, ધુંધળુ દેખાય કે પછી આંખોમાં રેખાઓ દેખાય તો તરત જ આંખોની તપાસ કરાવો. એક્સપર્ટના જણાવ્યા અનુસાર આંખોમાં કોઇ પણ પ્રકારની તકલીફ પડતી હોય તો તરત જ ડોક્ટરને બતાવો. જો તમે આ વાતને ઇગ્નોર કરો છો તો સમય જતા અનેક મોટી તકલીફમાં તમે મુકાઇ શકો છો. તમને જણાવી દઇએ આંખોમાં થતી આ બધી તકલીફો તમને ગંભીર બીમારીઓનો સંકેત આપે છે.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

  • એક્સપર્ટના જણાવ્યા અનુસાર કોઇ પણ વ્યક્તિને આંખોની આસપાસ સફેદ ધબ્બા જોવા મળે છે તો તરત જ ડોક્ટરને બતાવો. આ તમને એક ચેતવણીનો સંકેત આપે છે. સફેદ ધબ્બા તમને કોર્નિયલ સંક્રમણનો સંકેત આપી શકે છે. આનાથી તમારી આંખોને ધીરે-ધીરે નુકસાન થાય છે.
  • દારુ, કૈફીન અને નિકોટીનનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી આંખ ફરકવી એ સામાન્ય વાત છે. પરંતુ જો દિવસમાં વારંવાર તમારી આંખો ફરકે છે તો આ બર્નઆઉટનો સંકેત હોઇ શકે છે. બર્નઆઉટ, શારિરિક થાક તમારી આંખો પર દેખાઇ આવે છે. પણ જો તમને વારંવાર આંખ ફરકે છે તો તરત જ ડોક્ટરને બતાવો.
  • તમારી આંખો સતત લાલ રહે છે તો આ વાતને જરા પણ ઇગ્નોર કરશો નહિં. ક્યારેક લાલ આંખ થાય તો સમજી શકાય છે કે કોઇ એલર્જી અથવા તો ઇન્ફેક્શનને કારણે થઇ હશે. પરંતુ હંમેશા રહેતી લાલ આંખ તમને અનેક ગંભીર બીમારીનો સંકેત આપે છે.
  • તમને ધુંધળુ દેખાય છે તો તમે તરત જ ડોક્ટરને બતાવો. ધુંધળુ દેખાવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ડાયાબિટીસ અથવા તો મોતિયાને કારણે પણ તમને આવી તકલીફ થઇ શકે છે. જો તમારી આંખોમાં પણ દેખવામાં કોઇ તકલીફ પડતી હોય તો તમે તરત જ ડોક્ટરને બતાવો. તમે આ વાતને ઇગ્નોર કરો છો તો આંખોને અનેક ઘણી તકલીફ થાય છે અને તમે મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!