37 C
Ahmedabad
Monday, April 29, 2024

અરવલ્લી જિલ્લામાં કોરોના વિસ્ફોટ, એકસાથે 8 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક


રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો હોય તેવું લાગે છે, આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં કોરોનાના 8 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. એકસાથે પ્રથમવાર 8 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા ઘણાં સમયથી જિલ્લામાં કોરોનાના કેસમાં 1 થી 3 કેસ સરેરાશ વધતા હતા, જોકે સોમવારે સાંજે એકસાથે 8 પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

Advertisement

અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસ
મોડાસા – 2
ભિલોડા – 2
બાયડ  – 4

Advertisement

અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે મહિનામાં કોરોનાના સરેરાશ 22 જેટલા કેસ નોંધાયા છે, જેની સામે વેક્સિનેશન કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. કોરોનાના વધતા કહેરને લઇને જિલ્લામાં વેક્સિનેશનની વાત કરવામાં આવે તો પ્રથમ ડોઝ 8.56 લાખ જ્યારે બીજો ડોઝ 8.55 લાખ લોકોને આપવામાં આવ્યો છે. આ સાથે જ  1.27 લાખ લોકોને પ્રીકોશન આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!