પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમ ની સપાટીમાં પણ વરસાદ જોવા મળ્યો છે ઉપરવાસ તેમજ જિલ્લામાં વરસાદી માહોલ ને લઈ ને હાલમાં ડેમ ની સપાટી માં વધારો નોંધાયો હતો હાલમાં વરસાદનો માહોલ જામતા પાનમ ડેમ ના પાણી આવક માં વધારો જોવા મળ્યો હતો જે ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર છે પાનમ વિભાગના સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર હાલમાં પાનમ ડેમ નું લેવલ 120.15 ફૂટ પહોંચ્યું છે અને 400 કયુસેક પાણી માં વધારો થયો છે જ્યારે ડેમની ભયજનક સપાટી રૂલ લેવલ 127.41 ફૂટ છે પાનમ ડેમ શહેરા તાલુકાના છેવાડે કોઠા ગામ પાસે પાનમ નદી પર આવેલો છે હાલમાં યોજનાથી શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારના લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈ નું પાણી આપવામાં આવે છે જ્યારે હાલમાં વરસાદના કારણે પાનમ ડેમમાં 400 ક્યુસેક પાણીની નવી આવક નોંધાવવા પામી છે ત્યારે ખેડૂતોના ડાંગર ના પાકની રોપણી માટે પાનમ વિભાગ દ્વારા 350 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું.