27.3 C
Gujarat
Saturday, August 22, 2026
Home ગુજરાત છોટાઉદેપુર: નસવાડીમાં ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત, કેનાલ બની પણ પાણી ન મળ્યું..!!

છોટાઉદેપુર: નસવાડીમાં ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત, કેનાલ બની પણ પાણી ન મળ્યું..!!

0
221

નસવાડી તાલુકા માથી નર્મદા ની મુખ્ય કેનાલ પસાર તો થાય છે , પણ એ જ વિસ્તાર ની આસપાસ ના ખેડૂતો સિંચાઇ ના પાણી વગર વર્ષો થી વલખા મારી રહ્યા છે. કપાસ ની ખેતી કરતા ખેડૂતો ઊભા મોલ ને જોઈ સરકાર ને કોશી રહ્યા છે .

છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા માંથી નર્મદા ની મુખ્ય કેનાલ પસાર થાય છે. પરંતુ આજ વિસ્તાર ના ખેડૂતોને સિંચાઇનો લાભ આજ દિન સુધી મળતો ના હોવા નો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. સરકારે ખેડૂતો ને સિંચાઇ નો લાભ મળે તે માટે વર્ષો પહેલા તેમના જ ખેતરો નજીક કરોડો ના ખર્ચે માઇનોર કેનાલો તો બનાવી પરંતુ પાણી કેનાલ માં ના આવ્યું. ત્યાર બાદ ફરી UGPL યોજના અંતર્ગત આ વિસ્તાર માં અંડર ગ્રાઉન્ડ લાઈનો નાખી ત્યારે ખેડૂતો ને એક આશા બંધાઈ કે હવે તેમને સિંચાઈ નું પાણી મળશે પણ એ આશા પણ ઠગારી નીવડી એટલે કે સરકાર ના કરેલા કરોડોનો ખર્ચ પાણી મા ગયો અને ખેડૂત ને ટીપું પાણી ના મળ્યું.

નસવાડી તાલુકા માંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ અહી થી 500 કી. મી દૂર સુધી જાય છે. પરંતુ નર્મદા ની મુખ્ય કેનાલ જે 500 મીટર ના અંતરે થી પસાર થાય છે ત્યાં ખેડૂતો ના ખેતર મા સિંચાઇ નું પાણી નથી પહોચતું .

સારા પાક થવાની આશા એ ખેડૂતો ક્રોપ લોન લઈ, દેવું કરી ઉછીના પૈસા મેળવી ખેતી તો કરી નાખી છે પણ જ્યારે પાણી ની અછત ઊભી થાય છે અને પાક સુકાય છે ત્યારે ખેડૂતો કપરી સ્થતિ માં મુકાય જાય છે. તેમનું કરેલ દેવું કે ઉછીના લીધેલ પૈસા કેમ કરી ને પરત કરશે તેની ચિંતા આ વિસ્તાર ના દરેક ખેડૂતો ને સતાવે છે. ખેડૂતો પાણી આપો પાની આપો ની પોકાર કરી નર્મદા નિગમ પર ફિટકાર વરસાવી રહ્યા છે. સાથે માંગ કરી રહ્યા છે

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!