38 C
Ahmedabad
Tuesday, April 30, 2024

સાબરકાંઠા : દઢવાવ ગામમાં થઈને પસાર થતા અનેક ગામોને જોડતા મુખ્ય રોડ ઉપર બારેમાસ પાણીની રેલમછેલ: કાદવકીચડથી લોકો પરેશાન


સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દઢવાવ ગામમાં થઈને પસાર થતા અનેક ગામોને જોડતા દઢવાવ બસ સ્ટેન્ડ સુધીના મુખ્ય રોડ ઉપર બારેમાસ પાણીની રેલમછેલ અને કાદવકીચડથી લોકો પરેશાન છે પણ છેલ્લા એક વર્ષથી આ હાલત છતાં ગટર વ્યવસ્થા નથી કે સ્થાનિકો ઘર આગળ ખુલ્લામાં વહેતા નળના પાણી રોકવા ખાળ કુવાની પણ વ્યવસ્થા ન કરતા આ હાલતમાં કોઈ ફેર પડ્યો નથી.

Advertisement

1500ની વસતી ધરાવતા આ દઢવાવ ગામના આગેવાન કુરાજી પટેલે જણાવ્યું કે પાણી નું નિકલના અભાવે નળના વપરાશના પાણી ખુલ્લી જગામાં વહેતા રહે છે અને કાદવ કીચડ થાય છે અને પાણી રસ્તા વચ્ચે નાના સરોવરની જેમ ભરાઈ રહે છે શાળાએ જતા આવતા બાળકોને પણ પાણીમાંથી
પસાર થવું પડે છે ગટર વ્યવસ્થાની તાતી જરૂર હોવા છતાં કોઈ જ સાંભળતું નથી.અનેકવાર ગ્રામજનોએ રજુઆત છતાં પરિણામ ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળે છે વિજયનગર તાલુકાના ગામના દઢવાવ બસ સ્ટેન્ડ થી મુખ્ય રસ્તે જવા માટે રસ્તા ઉપર પાણી જ પાણી જોવા મળે છે સમગ્ર પરિસ્થિતિમાં સ્થાનિકો ય હેરાન છે, ગામમાં થઈને બીજા ગામોમાં જવા-આવવાનો પણ આ એક જ રસ્તો છે એટલે બસો,ટુ-વહીલર, ટેમ્પા,ટ્રેકટર સહિતના ખેતી સાથેના ઓજારો લઈ આવવા જવામાં
અને બાળકોને સ્કૂલે જવા આવવા ફરજિયાત બારેમાસ ચોમાસાની જેમ કાદવમાં જવું આવવું પડે છે.
આ સ્થિતિના કાયમી હલ માટે પોતાના ઘર આગળ વેડફાતા અને બગડતા પાણી રોકવા ખાડા કરી ખાળ કુવા કરવા કે ખાસ ગટર વ્યવસ્થા કરી પાણી ગટરમાં નિકાલ કરવાની તાતી જરૂર છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!