38 C
Ahmedabad
Tuesday, April 30, 2024

નિરાધાર બાળકોને ચાર્ટર પ્લેનમાં મુસાફરી કરાવી જન્મ દિવસની અનોખી ઉજવણી


આજના આધુનિક યુગમાં જન્મ દિવસની ઉજવણી પણ લોકો અનોખી રીતે કરતા હોય છે, માલેતુજારો પોતાની રીતે અનવની રીતે ઉજવણી કરતા હોય છે ત્યારે કેટલાય એવા પરિવારો છે જે આવું કદાચ વિચારી પણ શકતા નથી ત્યારે અમરેલીમાં નિરાધાર બાળકોને પ્લેનની મુસાફરી કરાવીને જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી.

Advertisement

અમરેલીની ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના યંગ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા જય કાથરોટીયા એ જન્મદિવસ ની ઉજવણી કરવા માટે અનાથ તેમજ બહેરા મુંગા નિરાધાર બાળકો માટે ચાર્ટડ પ્લેન બુક કરાવ્યું હતું. નિરાધાર બાળકો સાથે પ્લેનમાં 12,000 ફૂટ ઊંચાઈએ કેક કાપીને અનોખી ઉજવણી કરી હતી. પાર્ટીઓ પાછળ હજારોના ખોટા ખર્ચા કરતા લોકો માટે જયભાઈએ કરેલ આ ઉજવણી પ્રેરણારૂપ છે. આ ઉજવણી બાબતે જણાવતા જયભાઈ એ કહ્યું કે, ” આજથી ૨૫ વર્ષ પહેલા મારા માતા-પિતા આ શહેર ની અંદર એક સામાન્ય છકડો રિક્ષામાં સામાન લઈને આવ્યા હતા. તેમના પ્રામાણિક પુરુષાર્થને લીધે કુદરત ની એવી કૃપા થઈ અને આપણે ચાર્ટર્ડ પ્લેન બુક કરવા સક્ષમ બન્યા. આપણા પર થયેલ કુદરતની આ કૃપા ને આ નિરાધાર બાળકો સાથે વહેંચીએ તે જ આ સફળતાની સાચી સાર્થકતા છે.” બાળકો માટે આ અનુભવ અવિસ્મરણીય રહયો હતો. ચાર્ટડ પ્લેન બુક કરવામાં કાવેરી ગોળના માલિક નાસીરભાઈ ટાંકે મહત્વની ભૂમિકા ભજવી હતી. અમીર લોકોની નગરી અમરેલીની અંદર દિલની અમીરી દેખાડતા જયભાઈ કાથરોટીયા ની પ્રેરણા રૂપ દિલેરી ઉડીને આંખે વળગી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!