33 C
Ahmedabad
Tuesday, April 30, 2024

ધુળેટીના દિવસે હોળી પ્રગટાવતું એક માત્ર પંથક : 20 હજારથી વધુ લોકો બાંઠીવાડા પંથકમાં લઠ્ઠમાર રાસ રમવા ઉમટી પડે છે


અરવલ્લી જીલ્લા ના મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે હોળી હોળીના દિવસે નહી પરંતુ ધુળેટીના દિવસે સૂર્ય ની સાક્ષી માં સવારના વીસ હાજર જેટલી માનવમેદની વચ્ચે સવારે આઠથી અગિયાર કલાક સુધીમાં વિધીપુજન બાદ પ્રગટાવવામાં આવે છે તે દરમિયાન હજારો નાળિયેરો ધાણી ચણા હોમાય છે અને ક્ષણવાર માં પ્રણાલી મુજબ માનવમેદની પરત ફરી ઘરતરફ રવાના થઈ જાય છે.

Advertisement


મેઘરજ તાલુકાના બાંઠીવાડા ના અગિયાર મુવાડાના ગામ ક્ષત્રીય સમાજ હોળીના તહેવારનિમિત્તે દસેક દિવસ પહેલાં થી અવનવા ઢોલ બંધાવી રોજ રાત્રી દરમિયાન ઢોલ વગાડતા હોય છે જયારે હોળી ની રાત્રે આખી રાત પોતાના મુવાડાના વિસ્તારોમાં ઢોલ વગાડી આનંદ માણતા હોય છે અને ધૂળેટી ના સવારે આઠ કલાક પોતાના મકાનના બારણા ખુલ્લા મુકી ઘેર રમતારમતા નાના મોટા યુવાનો મહિલાઓ વૃધો અવનવા વસ્ત્રો પહેરી મોટા દાળિયા લઇ એકજ સ્થળે ભેગા થઇ અને મુવાડા મુજબ બે ત્રણ ઘેર રમતા હોય છે તે દરમિયાન ઢોલ અને દાંડિયા સિવાય કોઈ પણ જાતનું હથિયાર લાવતા નથી અને વીસ હાજર ઉપરાંત માનવમેદની હોળી સ્થળે એકઠી થાય તે દરમિયાન હોળી માતા ની પૂજા અર્ચના ગામના મુખી અમૃતલાલ ભેમાભાઈ ઠાકોર તેમજ રાયચંદભાઈ રતુભાઈ ડામોર સામાજિક કાર્યકર, ભીખાજી દુધાજી ડામોર, રુમાલજી રત્નજી ડામોર સરપંચ જેવા ગામના અનેકઅગ્રણીઓ મળી વિધિ પૂજન બાદ અગિયાર કલાક સૂર્યની સાક્ષી એ હોળી-ધૂળેટી ના દિવસે પ્રગટાવવામાં આવેછે તે દરમીયાન હજારો નાળિયેરો હોમાય છે અને હાથ માં પાણીના લોટા ધાણી -ચાણા લઇ હોડીના ફેર ફરવામાં આવેછે અને આગામી હોળી ના વધામણા કરતા હોય છે હોળીના વચ્ચે સો ફૂટ ની ઉંચાઈએ ધજા મુકાવામાં આવેછે એ લેવામાટે ગ્રામજનો પડાપડી કરતા હોય છે ધજા જેના હાથમાં આવે તેના ઘરે પારણું બંધાય તેવી માન્યતા રહેલી છે તેમજ હોળી દહન ની વચ્ચે પાણીના ગાગર આગામી વર્ષ ના અષાઢ, શ્રાવણ, ભાદરવો, અને આસો માસના ચાર માટીના લાડુ મુકવામાં આવે છે. તે હોળી પ્રગટ્યા બાદ કેટલા ભીજાય છે તે ઉપરથી આગામી ચોમાસું કેવું રહેશે તે ફલિત થાય છે .

Advertisement

Advertisement

આ હોળી માં વીસ હાજર માનવમેદની હોળી દર્શન બાદ મેદની ક્ષણવાર માં હોળીનુંસ્થળ ખાલી થઇ જાય છે.અને પોતા ના ઘર તરફ જવા નીકળી જાય છે. આસમયે કોઈપણ વ્યક્તિ પોતાની સાથે તલવાર ભલા છરી કટાર કે કડીવાળી લાકડી ગોમતી ધારિયું કુહાડી ફરશી લોખંડ ના સળિયા કે ચેનજેવા હથિયારો લાવનાર ને નિયમો નો ભંગ કરનાર ને સ્થળ ઉપર રૂ/-501/- દંડ પેટે લેવામાં આવેછે તેમજ હોળી પવિત્ર તહેવાર પ્રસંગે ઘરેથી નીકળી હોળી સંપન થાય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જાય તેવું કરશે તેના પણ રૂ/- 1001/- દંડ પેટે વસુલ કરવામાં આવેછે.

Advertisement

આ પવિત્ર હોળી બાદ રંગપંચમી ના દીવસે આ બાર મુવાડા નો ચડીયાનો મેળો ભરાય છે તે દરમિયાન દારૂ બંધી નો અમલ કરવામાં આવે છે . આ ચડીયા ના મેળામાં લાકડાનું પૂતળું બનાવી 100 ફૂટ ઉંચાઇ એ બાંધવામાં આવે છે. બાદ ત્રણ જેટલા ચિકણા થાંભલા ઉપર જે ચૂળી ચડીયા ને લઈને આવે તેના ગરે પણ પાંરણા બંધાય તેવી માન્યતા રહેલી છે આ હોળી તેમજ ચડીયા ના મેડાને નિહાળવા માટે અરવલ્લી સાબરકાંઠા, રાજસ્થાન, મહીસાગર તેમજ અમદાવાદ થી સંખ્યા બંધ લોકો નિહાળવા માટે આવે છે. આ બાઠીવાડા ની હોળી ઢોલનૃત્ય ક્ષત્રિય સમાજ ને જીલ્લા તેમજ રાજ્યમાં પણ ભાગ લીધેલ છે અને મુખ્યમંત્રી ના પ્રોગ્રામ સમયે હોળીનૃત્ય નિહાળવામાં આવે છે. હોળી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મેઘરજ પોલીસ સ્ટેશન નો પી.એસ.આઈ સહીત નો સ્ટાફ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહે છે.અરવલ્લી જીલ્લા અને મેઘરજ તાલુકામાં માત્ર બાંઠીવાળા ની હોળી અનોખી રીતે ઉજવવામાંઆવે છે.

Advertisement

આ મુજબ ભેમાપુર ગામે પણ સવારે ધૂળેટીના દિવસે અગિયાર વાગે હોલીકાદહન થાય છે તે દરમિયાન આજુ બાજુના સંખ્યાબંધ ગામડાઓની ધર્મ પ્રેમી જનતા દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.જયારે મેઘરજ ખાતે પણ નગરની વાત્રક નદી ના કિનારે મહેતા અને ગાંધી બે મહાજનો ધ્વારા હોળી પ્રગટાવવામાં આવે છે રાત્રે આઠ કલાકે તેમજ ધૂળેટી પણ બે દિવસ મનાવાય છે.જેમાં બીજી ધૂળેટી નું મહત્વ વધુ હોય છે.

Advertisement

તાલુકામાં સાતમ સુધી ચાડીયાના મેળા ભરાય છે અને આ મેળામાં ઢોલ,દાંડિયા અને લેઝીમ સાથે ગેર રમાય છે આમ મેઘરજ તાલુકામાં આજે પણ સાત દિવસ સુધી હોળી, ધૂળેટી નો તહેવાર મનાવવા માં બક્ષીપંચ જ્ઞાતિ અને આદિવાસી ની 66 ટકા વસ્તી ધરાવતો મેઘરજ તાલુકો અને આ જ્ઞાતિ માં અનેરો લ્હાવો છે.આ હોળી નો લ્હાવો લેવા માટે અરવલ્લી,પંચમહાલ,અને રાજસ્થાન થી મોટી સંખ્યામાં લોકો દર્શન અર્થે આવતા હોય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!