42 C
Ahmedabad
Friday, May 17, 2024

શામળાજી કોલેજ ખાતે ‘નેક’ પીઅર ટીમની વિઝિટ સંપન્ન


ભારત સરકાર તથા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC), દિલ્હી દ્વારા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓના મૂલ્યાંકન માટે દેશભરની યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનાં ‘ નેક’, બેંગ્લોર દ્વારા મૂલ્યાંકનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુજરાતસ્થિત હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ સંલગ્ન અરવલ્લી જિલ્લાની આદિવાસી વિસ્તારની શ્રી કલજીભાઈ આર. કટારા આર્ટસ કોલેજ, શામળાજી ખાતે તા, 13 અને 14 મે, 2022 ના રોજ થર્ડ સાયકલ માટે ‘નેક’ પીઅર ટીમે મુલાકાત લીધી હતી જેમાં વિવિધ પ્રાંતમાંથી ડો. નીરજા ગુપ્તા ( કુલપતિ, સાંચી યુનિવર્સિટી, ભોપાલ, મધ્ય પ્રદેશ), ચેર પર્સંન પદે, ડો. જી.રામ રેડ્ડી ( પ્રોફેસર, સેન્ટ્રલ યુનિવર્સીટી, આંધ્ર પ્રદેશ, અનંતપુર), મેમ્બર કો ઓર્ડીનેટર પદે અને ડો. સ્મૃતિ ભોંસલે ( પૂર્વ પ્રિન્સિપાલ, એલ. જે. એન. જે. મહિલા મહાવિદ્યાલય, વિલે પાર્લે, મુંબઈ) મેમ્બર પદે કોલેજના મૂલ્યાંકન માટે આવ્યાં હતાં. આ શુભ અવસરે કોલેજના ટ્રસ્ટી દિલીપભાઈ કટારા, કોલેજના પ્રિન્સિપાલ ડો અજય પટેલ, કોલેજ નેક કો ઓર્ડીનેટર ડો અશોક યાદવ તથા સમગ્ર કોલેજ પરિવારે નેક્ર પીઅર ટીમને સહર્ષ આવકાર આપ્યો હતો.

Advertisement

Advertisement

નેક પીઅર ટીમે આવ્યા બાદ કોલેજના પ્રિન્સિપાલ ડૉ અજય પટેલ સાથે મિટિંગ કર્યા બાદ તરતજ આઈ. કયું. એ. સી., વિભાગીય અધ્યક્ષ તથા ટીમ, એન એસ એસ, એન સી સી, સ્પોર્ટ્સ, ઉદિશા, કોલેજ લેબ, ઇનોવેશન કલબ્ર, ગ્રંથાલય, એડમીનીસ્ટ્રેટીવ વિભાગ, મેનેજમેન્ટ મીટીંગ, વાલી મીટીંગ, વિદ્યાર્થી મીટીંગ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મીટીંગ વગેરે ઉત્સાહપૂર્વક સંપન્ન કર્યા હતા. અને ટીમે જરૂર જણાય ત્યાં સંસ્થાના હિતને ધ્યાનમાં લઈ યોગ્ય દિશાસૂચન કર્યા હતાં. સાંજે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બે દિવસીય વિઝિટ બાદ તા. 14-05-2022 ના રોજ Exit Meeting દરમ્યાન કોલેજના પ્રિન્સિપાલ ડો. અજય પટેલે મહેમાનોનો શાબ્દિક પરિચય આપી આવકાર્યા હતાં. ત્યારબાદ ચેરપર્સંન ડો. નીરજા ગુપ્તા મેડમે કોલેજના ઉત્કર્ષ માટે યોગ્ય સૂચનો કરી કોલેજને સારો ગ્રેડ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી સદર નેક થર્ડ સાયકલ માટે કોલેજના પ્રિન્સિપાલ ડૉ અજય પટેલ, ટ્રસ્ટી દિલીપભાઈ કટારા, નેક કો ઓર્ડીનેટર ડો અશોક યાદવ, ડો હેમંત પટેલ, ડો ભરત પટેલ, ટેકનીશ્યન દિગ્વિજયસિંહ સોલંકી અને સમગ્ર કોલેજ પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. ખૂબ જ આનંદોલ્લાસ વચ્ચે નેક પીઅર ટીમની વિઝિટ સંપન્ન થઈ હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!