અરવલ્લી જીલ્લામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી મેઘરજના પહાડીયા ત્રણ રસ્તા પર પસાર થતા ક્રુઝર જીપના ચાલકે બાઈકને ટક્કર મારી રફુચક્કર થતા બાઈક ચાલક વૃદ્ધના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા વૃદ્ધના પરિવારજનોએ ભારે રોકોક્કળ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી ઈસરી પોલીસ અકસ્માત સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હિટ એન્ડ રનની ઘટના સર્જી ફરાર ક્રુઝર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મેઘરજ અદાપુર ગામના નાનાભાઈ વસ્તાભાઈ પટેલ બાઈક લઇ કામકાજ અર્થે શામળાજી ગયા પછી ઘરે પરત ફરતા પહાડીયા પાટિયા નજીક યમદૂત બનીને આવેલી ક્રુઝર કારના ચાલકે ધધકાભેર ટક્કર મારી ફરાર થઇ ગયો હતો જીપની ટક્કરે રોડ પર પટકાયેલ નાનાભાઈ પટેલના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી આક્રંદ કરી મૂક્યું હતું
પહાડીયા ત્રણ રસ્તા નજીક હિટ એન્ડ રનની ઘટના બનતા ઇસરી પોલીસ તાબડતોડ પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી ફરાર ક્રુઝર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા