મેરા ગુજરાત, પંચમહાલ, શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના લાભી ગામે એક ખેતરમા મગર આવી ચઢતા ગામલોકો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી હતી.વનવિભાગ અને મૂક્તજીવન ડીઝાસ્ટરની ટીમ દ્વારા તેને સલામત રીતે પકડી લેવામા આવ્યો હતો.
હાલમા ચોમાસાની ઋતુ ચાલી રહી છે.જેના લઈને સરીસૃપો રહેણાક વિસ્તારમા આવી જવાની ઘટનાઓ બનતી રહે છે.શહેરા તાલુકાના લાભી ગામે સૂરમલ ભાઈ નામના ખેડૂતના ખેતરમાં મગર દેખાયો હતો.ખેતરમાં વરસાદને કારણે પાણી ભરેલુ હોવાથી છુપાઈ ગયો હતો.આથી ગ્રામજનો દ્વારા શહેરા વનવિભાગની ટીમને જાણ કરવામા આવી હતી. સાથે મૂક્તજીવન ડીઝાસ્ટરની રેસ્ક્યુ ટીમ પણ આવી પહોચી હતી.ખેતરમા પાણી ભરેલુ હોવાથી એક સમયે મગરને પકડવો થોડો મૂશ્કેલ થવા પામ્યો હતો.આથી વાંસની લાકડી વડે તેને શોધવામા આવતા ખેતરની બહાર નીકળતા તેને ગાળીયાની મદદ મદદથી પકડી લેવામા આવ્યો હતો.મગરની લંબાઈ અંદાજીત પાંચથી છ ફુટ હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.તેને પકડીને સલામત રીતે છોડવાની તજવીજ હાથ ધરવા પામી હતી.