37 C
Ahmedabad
Saturday, May 4, 2024

સાબરકાંઠા કલેક્ટર કચેરી બિલ્ડિંગના ત્રીજા માળેથી મળ્યો બીયરના ખાલી ટીનનો જથ્થો, કોણ નાખી ગયું તે સવાલ


લ્યો બોલો કલેકટર કચેરીના ત્રીજા માળે થી મળ્યો ખાલી બીયરટીનનો જથ્થો
જે તે કચેરીમાં બીયર પાર્ટી થઇ હોવાની લોકચર્ચા
કલેકટર કચેરીની શાખાઓ અંદર વિદેશી બીયર નો જથ્થો પહોંચે છે જ કેમ તે મોટો સવાલ
જિલ્લાની સૌથી મોટી કચેરીના બિલ્ડિંગમાં બીયરના ટીનનો જથ્થો ક્યાંથી આવ્યો ?

Advertisement

ગુજરાતમાં દારૂ બંધી છે પણ આંતરરાજ્ય સીમાઓમાંથી વર્ષે દહાડો કરોડો રૂપિયાનો દારૂ પકડવામાં આવતો હોય છે, પણ આવી દારૂની ખાલી બોટલ સરકારી કચેરીઓના મકાનોમાંથી મળી આવે તો જવાબદાર કોણ તે સવાલ છે. આવો જ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લામાં સામે આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાની કલેક્ટર કચેરીના બિલ્ડિંગના ત્રીજા માળેથી બિયરના ખાલી ટીન મળી આવ્યા છે.

Advertisement

જુઓ બિયરના ખાલી ટીનનો જથ્થો

Advertisement

જિલ્લામાં દારૂબંધી માટે કડક કાયદાઓનુ પાલન કરવા માટે ની વાતો થઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના ત્રીજા માળે સી બ્લોકના પગથિયા માંથીજ વિદેશી ખાલી બીયરટીન નો જથ્થો જોવા મળી રહ્યો છે. ઓફિસ ટાઇમ પછી કચેરીમાં બીયર પાર્ટીઓના પ્રોગ્રામ થયા હોવાની લોકચર્ચાઓએ જોર પકડ્યું છે.  દારૂબંધી હોવા છતાં પણ કલેકટર કચેરીમાં ક્યાંથી અને કોના દ્વારા બિયરનો જથ્થો પહોંચાડવામાં આવે છે તે સવાલો ઊભા થયા છે. સરકારી ઓફિસમાં જ બીઆરટી નો જથ્થો મળી આવે તે એક ગંભીર બાબત છે અને તે પણ કલેક્ટર કચેરીની ઓફિસમાંથી તો આ મામલે કલેકટર દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવે તો સત્યતા બહાર આવી શકે એમ છે.

Advertisement

આવી ગંભીર બેદરકારી અને દારૂ ઘુસાડવાના કૃત્યો કોણ કરે છે તે પણ એક સવાલ છે. હવે આ સમગ્ર મામલે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!