30 C
Ahmedabad
Friday, April 26, 2024

વ્યક્તિ વિશેષ : સેવા માટે હંમેશા તત્પર રહેનાર નરેન્દ્રભાઈ પટેલ


લેખક – ઈશ્વર પ્રજાપતિ

Advertisement

સાબરકાંઠા અને અરવલ્લીના અંતરિયાળ પંથકમાં નરેન્દ્રભાઈ પટેલના નામ અને કામથી અજાણ હોય એવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. નરેંદ્રભાઈ એટલે એક પરગજું માણસ. પોતાના કામ પડતાં મૂકીને પરોપકાર માટે દોડી પડે. મોડાસા કે આસપાસના કોઈ પણ પરિવાર પર ગમે તેવી આફત આવી પડી હોય તો એના પડખે અડીખમ ઊભા રહી હૂંફ પૂરી પાડે. અવાજમાં સત્યનો રણકો. સાચી વાત તો સામે વાળાને હસતાં હસતાં મોઢે પરખાવી દે..એક ઘા ને કટકા ત્રણ..

Advertisement

આજે નરેંદ્રભાઈને સમગ્ર પંથક જરૂરિયાતમંદોના એક સાચા આધાર તરીકે ઓળખે છે. કોરોના કાળ દરમિયાન પોતાની પરવા કર્યા વિના સતત જરૂરિયાત મંદોને મદદ પહોંચાડવા દોડતા જ રહ્યા. લૉક ડાઉન દરમિયાન અનાજ વિઅતરણ હોય કે પ્રવાસી મજદૂરોને આશ્રય આપવાની વાત હોય, રસીકરણ માટે લોકજાગૃતીની વાત હોય કે કોઈન સ્વજનની હોસપિટલમાં યોગ્ય સારવાર મળે એ માટે કોઈને પણ રજૂઆત કરવાની વાત હોય.. તેઓ રાત દિવસ જોયા વગર ચોવીસ કલાક કાર્યરત રહ્યા છે. રાત્રીના બે વાગે પણ એમનો ફોન રણકે તો ઉષ્મા સભર અવાજ સાંભળવા મળે.

Advertisement

નરેંદ્રભાઈના મિલનસાર સ્વભાવ થકી તેઓ સાબરકાંઠા અને અરવલીના તમામ સમુદાયમાં તેઓ લોકપ્રિય છે. તેઓ જ્ઞાતિ- જાતિ-ધર્મની વાડ ઓળંગી તમામના ઉત્કર્ષ માટે યોગદાન આપી રહ્યા છે. નરેંદ્રભાઈને પરોપકરી અને પરગજુ સ્વભાવ પિતા નટુભાઈ તરફથી વારસામાં મળ્યો છે. નટુદાદાના સ્વર્ગસ્થ થયાના વર્ષો બાદ પણ તેઓએ આરંભેલ સેવાયજ્ઞની ધૂણી પુત્ર નરેંદ્રભાઈ પટેલ તેમના પૌત્ર હિમાંશુભાઈ અને ડૉ. ધવલભાઈએ આજે પણ પ્રજ્વલિત રાખી છે. તેઓએ નટુભાઈ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. અને એ ચેરિટેબલ ટ્રસ્ટ અનેકવિધ સેવકિય પ્રવૃતિઓ કરતું રહે છે. પુંસરી ગામમાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન યોજી સમાજમાં કોમી એકતા અને સમરસતાનું નોખું ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે. પુંસરી ગામમાં નરેંદ્રભાઈએ વર્ષો પહેલાં અસ્થી બેંક શરૂ કરી છે. પુસરી ગામના તેમજ આસપાસના લોકો આ અસ્થીબેંકમાં પોતાના મૃત્યું પામેલા સ્વજનનાં અસ્થી મૂકી જાય છે. અને નરેંદ્રભાઈ દર વર્ષે હરિદ્વાર શાસ્ત્રોક્ત વિધિથી મા ગંગામાં એ અસ્થિનું વિસર્જન કરી કેટલાય પરિવારના આશિષ પ્રાપ્ત કરે છે.

Advertisement

નરેંદ્રભાઈ પટેલ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં સતત પ્રવાસ કરતા રહે છે. ગરીબ હોય દલિત હોય કે વંચીત હોય નરેંદ્રભાઈને મળીને પોતાના મોટાભાઈને મળતા હોય અહેસાસ અનુભવે છે. નરેંદ્રભાઈની સેવા સુશ્રુષાની સુવાસ આ સમસ્ત સાબરકાંઠા અરવલ્લી પંથકના સીમાડાઓ ઓળંગી સમસ્ત ગુજરાતમાં પ્રસરી છે. સાચા બોલા અને આખા બોલા એવા નરેંદ્રભાઈ સાબરકાંઠા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી છે.  અનેકવિધ સામાજિક અને સહકારી સંસ્થાઓઅમાં પારદર્શક વહીવટ પૂરો પાડી એક આદર્શ પૂરો પાડ્યો છે. . આવી સાથે સાથે બીજી અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં નિઃસ્વાર્થ ભાવે સેવાઓ આપી રહ્યા છે.

Advertisement

છેલા એક વર્ષથી મોડાસા જાયન્ટસના પ્રમુખ તરીકેની જવાબદારી તેઓએ સંભાળી રહ્યા છે. ત્યારથી મોડાસા જાયન્ટ્સ જાણે ધમધમતું બન્યું . જાયન્ટ્સ ઝોનના મંત્રી જીવદયાપ્રેમી નિલેશભાઈ જોષી, પ્રખર વક્તા, સમાજિક કાર્યકર અમિતભાઈ કવિ, પ્રવિણભાઈ સમસ્ત જાયન્ટ્સ મોડાસા ટીમે ઉદાહરણ રૂપ કાર્ય કરી બતાવ્યું છે. દાયકાઓથી જાહેર જીવનમાં પ્રવૃત્ત હોવા છતાં એમ છતાં દામનમાં ક્યાંય ભ્રષ્ટાચારનો દાગ લાગવા દીધો નથી.

Advertisement

નરેંદ્રભાઈ અને તેમના પુત્ર હિમાંશુભાઈની કામ કરવાની આગવી કોઠાસુઝને પરિણામે પુંસરી ગામમાં વિકાસ અને સમૃદ્ધિનો ચમત્કાર સર્જ્યો છે. આજે પણ ગ્રામવિકાસની કોઈ વાત નીકળે તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં આદર્શ ગામ પુંસરીનું ઉદાહરણ આપવાનું ચૂકતા નથી. સાબરકાંઠાના છેક છેવાડાના ખોબા જેવડા ગામને વૈશ્વિક ફલક પર આપે ઓળખ અપાવી છે. ડિજિટલ અને સ્માર્ટ ગામ પુંસરી વૈશ્વિક ફલક પર ઓળખ પામ્યું છે. શહેરને શરમાવે તેવી સુવિધાઓથી ગામને સજ્જ બનાવી સમસ્ત દેશ માટે એક ઉત્તમ આદર્શ આપે પૂરો પડ્યો છે.

Advertisement

દાદા પૂ. નટુદાદા અને અને પિતા નરેંદ્રભાઈના પગલે પુત્ર હિમાંશુભાઈની ક્ષિતિજો પણ અનંત વિસ્તરી રહી છે. સમાજના છેવાડાના મનવીની સેવા માટે આરંભેલા આ સેવાયજ્ઞ માટે નરેંદ્રભાઈના પરિવરને પરમાત્મા અધિક બળ આપે એ જ પ્રાર્થના

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!