27 C
Ahmedabad
Saturday, April 27, 2024

શામળાજી : શામળપુરના કોમ્પ્લેક્ષમાં બુકાનધારી તસ્કર ટોળકી ત્રાટકી ત્રણ દુકાનોમાંથી ધીંગી ખેપ મારી પલાયન, તસ્કર ટોળકી CCTVમાં કેદ


અરવલ્લી જીલ્લામાં વરસાદી માહોલમાં તસ્કર ટોળકીઓ સક્રિય થતા સતત જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપી ખાખીને પડકાર ફેંકી રહી છે શામળાજી પંથકમાં તસ્કર ટોળકીએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ એક સપ્તાહમાં ત્રણ સ્થળે ચોરીની ઘટનાને અંજામ આપતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે શામળાજી પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાને તસ્કરો નિષ્ફળ બનાવી રહ્યા છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર,શામળાજી નજીક આવેલા શામળપુર ગામમાં રોડ પર આવેલા સાંઈ આર્કેડ નામના કોમ્પ્લેક્ષમાં તસ્કરો ત્રાટકી ત્રણ દુકાનોમાંથી લાખ્ખો રૂપિયાની રોકડ રકમ અને માલસામાન અને બાઈકની ચોરી કરી રફુચક્કર થઇ જતા દુકાનદારોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે ચોરીની ઘટનાના પગલે શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી ચોરીની ઘટના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થતા રેકોર્ડિંગના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ચોપડે ચોરીની ઘટના નોંધાઈ નથી

Advertisement

Watch CCTV

શામળાજી હાઇવે પર આવેલા કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા વેપારીઓ રાબેતા મુજબ બુધવારે રાત્રે દુકાનો બંધ કરી ઘરે ગયા હતા ગુરુવારે સવારે ત્રણ દુકાનોના તાળા તૂટ્યા હોવાની જાણ થતા વેપારીઓ અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા ધનલક્ષ્મી કિરાણા સ્ટોર, સાંઈ સિમેન્ટ એજન્સી અને અન્ય એક દુકાનના શટરના તાળા તોડી મોટી રકમ સહીત મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતા ચોરીની ઘટનાને પગલે શામળાજી પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ચારે મકાનમાં પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!