30 C
Ahmedabad
Friday, April 26, 2024

ઈનોવેશન ક્લબ અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ગાંભોઈ ખાતે “પ્રબોધ” લેવલની D.I.Y kits ની તાલીમ યોજાઈ


મેરા ગુજરાત, સાબરકાંઠા

Advertisement

ગુજરાત રાજ્યના વિનયન અને વાણિજ્ય કૉલેજના વિદ્યાર્થીઓ પણ ઈનોવેશન કરી શકે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકારે રાજ્યની તમામ કૉલેજોમાં ઈનોવેશન ક્લબનું ગઠન કરેલ છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ગાંભોઈ ખાતે “પ્રબોધ” લેવલની D.I.Y kits ની તાલીમ યોજાઈ હતી, જેમાં કૉલેજના ૫૦થી વધુ વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લઈ વિવિધ સાધનોની તાલીમ લીધી. તાલીમની શરૂઆત કોલેજના પ્રિન્સીપાલ મેડમ ડૉ. તૃષા દેસાઈના ઉદબોધન સાથે વિદ્યાર્થીઓમાં ઈનોવેશન અંગે જાગૃતિ લાવવા તથા પ્રોત્સાહન કરવાના હેતુથી કરવામાં આવી. ઈનોવેશન કૉઓર્ડીનેટર પ્રા. દેવેન્દ્ર ચૌધરી દ્વારા ઈનોવેશન વિશે વિદ્યાર્થીઓને પ્રાથમિક સમજ આપવામાં આવી, કાર્યક્રમનું સમગ્ર આયોજન ઈનોવેશન કૉઓર્ડીનેટર પ્રા. દેવેન્દ્ર ચૌધરી અને સ્ટાફ મિત્રોએ સાથે મળીને કરેલ.તાલીમ જયભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. તાલીમાર્થીઓએ તાલીમ દરમિયાન ટેલિસ્કોપ, રોબેટીક કૃષિ કીટ, વિવિધ થ્રીડી પેન ,ટી.ડી.એસ મસીન વગેરે જેવા અનેક સાધનોનો ઉપયોગ કઈ રીતે થઇ શકે તે જાણ્યો. તો, વિદ્યાર્થીઓ જાતે કઈ રીતે નવું ઈનોવેશન કરી શકે તે અંગે માર્ગદર્શન આપાતી તાલીમ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ગાંભોઈ ખાતે યોજાઈ .

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!